ગઝલ / સિદ્દીકભરૂચી.

નજરમાં લઇ પળોને કેદ કરજે,
'હતા' ને 'છે'ની વચ્ચે ભેદ કરજે.

કહ્યું, જાણે હશે વરસાદને -કે,
સખત ખાડા કરીને ખેદ કરજે.

તને આ કોંણ સારા બોધ શીખવે?,
નીકળતા ચાંદથી મતભેદ કરજે.

મહોબ્બતમાં ઘરોની સંમતિ લે,
નહિતર ઈશ્કનો સંવેદ કરજે.

કહે છે કોંણ આ" સિદ્દીક"નગરમાં?
મળે બે મિત્ર ત્યાં વિચ્છેદ કરજે.

સંવેદ-અનુભવ

Gujarati Shayri by સિદ્દીકભરૂચી : 111270104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now