ગઝલ / જાય છે.

રાત તો શું દિનમાં છોલી જાય છે,
માનવી માનવને તોલી જાય છે.

હું તને સાચો ગણી શકતો નથી,
તું કળાથી જૂઠ બોલી જાય છે.

આ ધવલ,લીલા કે ભગવા રક્તકણ,
ચેક કરતા , ભેદ ખોલી જાય છે.

આજ ઘરની વાત પાદરમાં મળી,
કોણ શેરી માંથી 'ઢોલી' જાય છે?

આખુ ફળિયું બ્હાર આવી જાય છે,
રોડ પર એક નાર ભોલી જાય છે.

દાન ઈશ્વરને નથી જે આપતા,
પક્ષીઓ ખેતરને ફોલી જાય છે.

સિદ્દીકભરૂચી.

Gujarati Shayri by સિદ્દીકભરૂચી : 111268841
સિદ્દીકભરૂચી 5 years ago

તમામ પસંદ નરનાર મિત્રોનો ખુબ ખુબ આભાર.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now