★ મારી ગાંધીગીરી ★

અવારનવાર સમાચારમાં આપણે જોતા હોઈએ છીએ કે આ જગ્યા પર આવા બનાવ બન્યા.
હત્યા થઈ,લૂંટફાટ,જાતીય સતામણી,અસામાજિક તત્વો દ્વારા જાતિગતભેદભાવ બનાવ વગેરે. કદાચ આ બધું વાંચતા વાંચતા આજનો માનવી નેગેટિવ બન્યો છે કારણકે એક દોર ચાલી રહ્યો છે. શુ?? લોકોનો ડર...
મારા વિશે આ શુ વિચારશે પેલો શુ વિચારશે !
ક્યાંક મારાથી આ ભૂલ થઈ તો તે મને શું કહેશે?
જટિલ છે સમજવું પણ આ એક સત્ય છે કે માણસ પોતાની જાતને ખુદ નથી બનાવતો, તેની સામે રહેલ વ્યક્તિ તેને કેવો કહે છે તેના પરથી તે પોતાને અવલોકે છે.
જેમ કે સવાર માં કોઈ સ્ત્રી ઘરની બહાર નીકળી,
કોઈએ એને કહ્યું કે,
"વાહ ! આજે તો ખૂબ સુંદર લાગો છો ને તમે તો "
હવે તમારા પર છોડું સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને તમે કહો તે સાતમા આસમાન પર જતી રહેશે કે નહીં??
વાત એટલે અટકતી નથી હવે તે સ્ત્રી ઘરે આવી,
તેના પતિએ તેને કહ્યું,
" કેમ ? આજે તે શું કઈક નવું કર્યું છે?
પેલી સ્ત્રી, "હાસ તો કેવી લાગુ છું??"
પતિ : નથી સારી લાગતી જા બદલી આવ.
હવે?? હા હા હા....
ટૂંકમાં માણસનો નજરીયો દરેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ છે મારા ભાઈ.
એટલે છોડ દુનિયા ને પોતાની નજરમાં સારો બન તું પહેલા તો,
હવે મૂળ વાત...
ગાંધીગીરી
એક પોતડી ધારી માણસ શીખવી ગયો કે દુનિયામાં રંગ રૂપ પૈસા કપડાં મકાન, બધું ટૂંકા ગાળાનું છે.તમારી ઓળખ છે તમારા સ્વભાવમાં,
તમે કેટલા સાહજિક રહો છો સંવેદનશીલ છો હસમુખ છો,
સામે વાળી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરો છો.
આ તમામ ગુણ તમને બનાવશે એક મહાન વ્યક્તિ,
ગુસ્સો કરતા પહેલા સો વખત વિચાર કરવો કે સામે વાળી વ્યક્તિ પર તેની શી અસર પડશે.
ફક્ત એક દિવસ તમે ગુસ્સાયેલ માણસ સામે હસી દો જુઓ પછી કમાલ....
સાચેમાં અનુભવ કરી જુઓ,
બાઈક લઈને જતા હોવ અને તમારાથી ભૂલ થઈ જાય તો ભાગી ના જાવ તેને સોરી કહો અને બોલો કે ભુલ થઈ ગઈ ભાઈ મારી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.
ડેફીનેટલી તે સમજશે અને તમેં ધાર્યું નઇ હોય એ પરિણામ આવી નિકઢશે,
જેમ ગાંધીજી...
૧૦૦ વર્ષ લોકો અંગ્રેજ સામે લડ્યા,
હા આપણા દેશના એ વીર સપૂતોને વંદન છે નમન છે તેમનો ખૂબ જ અમૂલ્ય ફાળો રહ્યો પરંતુ
અંગ્રેજોને હાંકી કાઢવા ??
ગાંધીજીએ જે માર્ગ બતાવ્યો તે તદ્દન અને સમસ્ત દુનિયા માટે એક નવો રસ્તો હતો.
તમે તેમને એક સાયન્ટિસ્ટ કહી શકો કેમ કે તેમણે એક નવી ખોજ કરી શાની??
અહિંસા....
હિંસા થી એક વિરુદ્ધનો રસ્તો હતો અને અસરકારક હતો
સોરી છે.
મારી સ્ટોરીમાં હું તમને જે કહેવા માંગતો હતો એ આજ હતું કે નાનપણથી સમાચારો વાંચી વાંચીને હું નેગેટીવ બની ગયો હતો પરંતુ મારી નજર મેં બદલી લોકોને તેમના ગુસ્સા બદલ પ્રેમ આપવા લાગ્યો અને સાચેમાં મને ત્યારે ખબર પડી કે ગાંધીજી કેમ મહાન છે.

અમર રહે ગાંધી બાપુ....
#gandhigiri

Gujarati Motivational by આર્યન પરમાર : 111265771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now