હૈયાની કોર થઈ, રહી શકે તો રહે
મનનો મોર થઈ, રહી શકે તો રહે

હૈયાના સુનકાર થી, હું પણ કંટાળી છું
એકાંતે શોર થઈ, રહી શકે તો રહે

કાં પછી ભોર થઈ, રહી શકે તો રહે
કે ચિત્ત ચોર થઈ, રહી શકે તો રહે

અતીત ના ઓરડાની, ચાવી નહીં માંગુ
સદા ગુલમહોર થઈ, રહી શકે તો રહે

જો કેમેય કરી ન રહી શકે તું આ હ્રદયમાં,
છેવટે દગાખોર થઈ, રહી શકે તો રહે...

Gujarati Blog by Shweta Parmar : 111265063
મોહનભાઈ આનંદ 5 years ago

ખુબ ખુબ ખુબ અભિનંદન... અતિ સુંદર રચના...

મોહનભાઈ આનંદ 5 years ago

અદભુત રચના ધન્યવાદ

Abbas khan 5 years ago

Waah kyaa baat hai...supper.....✍✍??

Devesh Sony 5 years ago

વાહ... અદભૂત રચના.. ?

Nandita Pandya 5 years ago

વાહ વાહ જોરદાર ...???

Shweta Parmar 5 years ago

ધન્યવાદ રાધિકા..

Radhika Kandoriya 5 years ago

વાહ..વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now