ગાંધીજી ની જન્મ જયંતિ પર 'જાહેર રજા' એ ભારત જેવા વિકાસશીલ દેશ માટે એક 'ગુલામી ની સજા' છે! કારણકે જે મહાપુરૂષે દેશ ની આઝાદી માટે સંઘર્ષ કર્યો, તેના જ દેશવાસીઓ પોતાના દિનચર્યા ના મહત્વ ના કાર્યો માંથી 2 ઓક્ટોબર ના દિવસે આઝાદી મેળવી (ખરેખર 'ગુલામી') ગાંધીજી ને સાચા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા નો 'દંભ' ભરતા હોય છે.

પરંતું મિત્રો,વ્યવસ્થા એ પ્રકાર ની હોવી જોઈએ કે આ દિવસે ખાસ સરકારી કર્મચારીઓ જેમાં ઉચ્ચ અધિકારીઓ થી લઇ તાબા ના વર્ગ ચાર (ઉચ્ચ અધિકારી ને મદદરૂપ થવા) સુધી ના દરેક કર્મચારીઓનો સમાવેશ થતો હોય,તે ૨ ઓક્ટોબર ના રોજ ફરજ પર ફરજીયાતપણે હાજર રહે, ને સાથોસાથ ગાંધીજી ના જે વિચારો છે તેનુ અમલીકરણ કરે ને કરાવે.

જેમાં કોઈ સામાન્ય માણસ ને પડતી મુશ્કેલી હોય કે કોઈ સમાજ ના સમુદાય ને અડચણરૂપ બાબત હોય કે જે માત્ર કોઈ અધિકારી ના હસ્તક્ષેપ માત્ર થી સરળતા થી ઉકેલાઈ શકાતી હોય તો આ પ્રકાર ની બાબત ને વ્યાપક જનહિત ના લક્ષ માં અનુલક્ષી ૨ ઓક્ટોબર ના દિવસે તે બાબતો નો તત્કાલ નિકાલ કરવા પ્રયાસ કરવો જોઈએ,

જેથી પેલો વ્યક્તિ કે સમુદાય 'માનસિક ગુલામી' માંથી મુકત થઈ,દેશ ના ભાવી માટે સ્વસ્થ મને વિચાર કરી એક સ્વસ્થ દેશ નું નિર્માણ કરી શકે.

મારા મત અનુસાર ઉપરોક્ત વાત ને યદિ ખરાં હૃદય થી અનુસરવા માં આવે તો તેના થી મોટી બીજી કોઈ અંજલિ નથી કે જે બાપુ ને ખરા અર્થ માં 'શ્રદ્ધાંજલિ'ના રુપ માં આપી શકાય.

✍️કુબાવત ગૌરાંગ.

Gujarati Gandhigiri by GAURANG KUBAVAT : 111264870

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now