#gandhigiri
એક સરકારી ઓફિસમાં ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી પછી સાહેબ પોતાના ટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા. ઓફિસમાં ગાંધીજીના ફોટા પર સૂતરની આંટી લગાવેલી હતી. આજે સાહેબે ગાંધીજીને યાદ કર્યા હતા. આખો દિવસ ગાંધીગીરીના કાર્યક્રમો કરાવ્યા. આખું શહેર જાણે ગાંધીમય થઇ ગયું હતું. ગાંધીજીના સત્ય, અહિંસા, પ્રામાણિક્તા, સ્વચ્છતા વગેરે વિચારોનો પ્રચાર કર્યો હતો. સાહેબ પાસે એક માણસ આવ્યો. તેણે ગાંધીછાપની ચલણી નોટો ભરેલું કવર આપતાં કહ્યું:"સાહેબ, આ આજના કાર્યક્રમોના ખર્ચના બીલનું આપનું કમિશન એડવાન્સમાં." સાહેબે ખુશીથી એ કવર લઇ લીધું. ત્યારે તસવીરમાં બેઠેલા બાપુની આંખ રડતી હતી એ જોવાની ફુરસદ ગાંધી છાપ નોટ ગણતા સાહેબ પાસે ન હતી. 

Gujarati Gandhigiri by Mital Thakkar : 111264666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now