#gandhigiri
ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે એક સ્કૂલમાં ગાંધી પ્રદર્શન હતું. તેમાં ગાંધીજીના કાર્યો અને વિચારોની ઝલક રજૂ કરવામાં આવી હતી. એક સ્ટોલ પર પ્રતિક રૂપે ગાંધીજીનો ચરખો, ચશ્મા અને લાકડી હતા. અચાનક મારી નજર પડી. બે સમાધિ સ્થળ પણ પ્રતિક રૂપે બનાવવામાં આવ્યા હતા. અને તેના પર સત્ય અને અહિંસા લખવામાં આવ્યા હતા. કદાચ આ જોઇને લોકો સત્ય અને અહિંસાને ફરી પોતાના જીવનમાં જીવિત કરે એવી અપેક્ષા સાથે. આજે ગાંધીજીના આ બે વિચારનો લોપ થઇ ગયો છે એ બતાવવા વિદ્યાર્થીઓએ તેના સમાધિ સ્થળ બનાવ્યા એ જોઇ બાળકોની ગાંધીગીરીને સલામ કરી.  

Gujarati Gandhigiri by Mital Thakkar : 111264664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now