શ્વેત ધરીને વસ્ત્રો કરતાં કામો કાળા જોયા છે,
દાન-દયાના નામે લેતાં મોટા ફાળા જોયા છે.

આજ પરસ્પર છેતરતાં સૌ એકબીજાને ધંધામાં,
પડતર કિંમત કરતાં બમણાં વચ્ચે ગાળા જોયા છે.

હોય સ્વદેશી સ્ટોર અને વેચાય વિદેશી આઈટમ,
ગાંધીજીની હાટ મહીં પરદેશી ઝાળા જોયા છે.

તમને મળવાનો પણ એક સમય નક્કી હોય જ છે, પ્રભુ !
મંદિરમાં રોજ બપોરે ને રાત્રે તાળા જોયા છે.

ચોંકી ઊઠ્યા પૌત્રો, વાત જણાવી જ્યાં દાદાજીએ,
‘ઘરમાં ફોટા પાછળ ચકલીનાં મેં માળા જોયા છે.’

#Gandhigiri

Gujarati Gandhigiri by Bipin Agravat : 111264624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now