વસ્ત્રાપુર લેઈક નવાં વસ્ત્રોમાં .
વસ્ત્રાપુર લેઈક 2001 માં થયું તે પહેલાં ત્યાં રબારીવાસ હતો. ભેંસો બાંધેલી હોય , કાથીના ખાતળાઓ પર સફેદ પાઘડી વાળા પુરુષો બેઠા હોય, છાણ ની ગંધ આવતી હોય..
લેઈક થયા પછી આસપાસના પ્રમાણમાં નવા વિસ્તારો જેવા કે ગુરૂકુળ, જજીસ બંગલો, બોડકદેવ, વસ્ત્રાપુર ના લોકોને કાંકરિયા ફરવા જવાને બદલે એક સારો વિકલ્પ મળેલો. ત્યાં બોટિંગ પણ થતું અને એમ્ફી થિયેટરમાં સંગીતના જાહેર પ્રોગ્રામ પણ થતા.
કાળક્રમે વસ્ત્રાપુર લેઈક બપોરે ' લવડા લવડી' ઓ નું મિલનસ્થાન અને સાંજે અમુક વૃદ્ધોના ફરવાના સ્થાન સિવાય કામનું નહોતું રહ્યું. વયસ્કો પણ આજુબાજુ ફરી લેતા. ખાલી તળાવમાં કાગડા ઉપરાંત ગીધ સમળીઓ પણ ઉડતાં. પ્લાસ્ટિકના કચરાની વિશાળ ઓપન પેટી બની રહેલું.
કાલે નર્મદાનાં નીર ભરેલું, રંગ રંગીન લાઈટો થી શણગારેલું લેઈક જોવાની મઝા આવી. ગણેશ મંદિર થી પેટ્રોલ પમ્પ તરફના રસ્તે ચિલ્ડ્રન પાર્ક પણ સારી હાલતમાં છે. પહોળી લપસણી જેમાં ત્રણ બાળકો સાથે લપસી શકે, દોરડી પર ચડી પગથીઓ પર થી ઉતરવાનું, ગોળ નિસરણી અને એવા નવાં સાધનો પણ હતાં.
વૉકિંગ ટ્રેક પ્રમાણમાં સ્વચ્છ હતો.
સાંજે સાડા છ એ અંધારું થઈ જતાં લાઈટો સાથે લેઈક જોવા મળ્યું પણ તેનો અલગ જ આનંદ હતો.
કાંકરિયા ના અકસ્માત પછી રાઇડો વાળું કિડ્સ વર્લ્ડ બંધ છે.
મહેમાનોને કાંકરિયા દૂર પડે તો અહીં લાવવા જેવા.
પાણીની સ્વચ્છતા તો આપણે જ જાળવી શકીએ. પ્લાસ્ટિક અને ખાધેલો ખોરાક ફેંકી વળી તેનું ગળું ન ઘોંટી દઈએ. પશ્ચિમ વિસ્તારની મહામૂલી સાહેલગાહની જગ્યા છે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111260541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now