ECHOES RESTAURANT run with echoes from heart only.
એક નવો યાદગાર અનુભવ.
HSR લેઆઉટ, 100 ફૂટ રોડ, બેંગલોર પર આવેલ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી.
ટ્રેડિશનલ લાકડાના ટેબલ ખુરશી,સુંદર થાંભલા પર રોશની , એક ગાદી તકીયે બેસવાનું ટેબલ વગેરે.
આ તો સામાન્ય. મુખ્ય વસ્તુ તે- રેસ્ટોરાં ના બધા જ કર્મચારીઓ - બહાર આવકારતા ગાર્ડ , વેઇટરો, કુક, મેનેજર બધા જ બહેરા મૂંગા!
મેનુ માં કોડ હોય જેમ કે s2 એટલે અમુક સ્ટાર્ટર, p2 એટલે અમુક ફ્લેવર નો પીઝા વ.
તમારે નજીકનાં રાઈટિંગ પેડ માં સાથે રાખેલ પેન થી કોડ નંબર લખવાનો અને નજીક રાખેલ બેલ કે સ્વિચ દબાવવાની. હવે બેલ હોય તો બહેરા વેઈટર અવાજ કેવી રીતે સાંભળે? એટલે પાછળ લેમ્પ, જેની ઉપર તમારો ટેબલ નંબર લખ્યો હોય તેમાં લાઈટ થાય. વેઈટર તે જોઈ આવે, પેડ જુએ, ગ્રીટ કરે, ઇશારાથી ઓર્ડર કન્ફર્મ કરે અને સ્વાદિષ્ટ, mouth watering ગરમાગરમ વાનગી હાજર.
ટેબલ પર ચમચી રાખવાનું સ્ટેન્ડ દુધવાળીઓ રાખતી તે એલ્યુમિનિયમનું માપીયું! લાંબો દાંડો અને સાથે અર્ધા લીટર નો પ્યાલો રિવેટ કરેલો. પાઉચમાં દૂધ લેતી પેઢીએ આ દૂધ ભરવાનું જોયું નહીં હોય. પાણીની બોટલ જૂની દુધની કાચની બોટલ.
ભીંતો પોલિશ કર્યા વગર ઈંટ અને સિમેન્ટના પટ્ટાની જ દીવાલ.
એક સાઈડની ભીંત ઉપર આપણાં રસોઈનાં જુનાં વાસણો લગાવેલાં. ગાંઠિયાનો ઝારો, કથરોટ જેમાં કાંદા અને રોટલો ખાતા, કાતરી ખમણવાની જાળી, મોટું દૂધનું માપીયું, કડછી, થાળી, લોટ બાંધવાની કથરોટ વગેરે. એ વાસણો થી જ વચ્ચે ECHOES લખેલું.
બેંગલોર ની અન્ય સાવ નાની કે મોટી જગ્યાની જેમ અહીં પણ paytm, google pay, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ થાય.
બહાર બહેરા મૂંગા દિવ્યાંગોની સાઈન લેંગ્વેજ સમજાવતું બોર્ડ પણ હતું.
સ્ટાફ efficient, courteous હતો અને ફૂડ પણ સારી ગુણવત્તાનું હતું.
બહાર નીકળતાં ઝાકઝમાળ ખાણી પીણી, 'પીવા' ના બાર ને એવા થી ધમધમતો રસ્તો. રવિવારે તો પાર્કિંગ તો શું, ચાલવા પણ ન મળે. અહીં પણ પોણો કલાકનું વેઇટિંગ હોય.
બેજોડ અનુભવ. અર્પિત છાયા ની ટી.પોસ્ટ માં કોઈ જગ્યાએ બધા અંધ કે દિવ્યાંગો રાખ્યા છે એ વાંચ્યું છે.
આ એક સુંદર, શેર કરવા લાયક અનુભવ જોયો.

Gujarati Blog by SUNIL ANJARIA : 111251110

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now