#શોખ

શોખ શબ્દ બે જ અક્ષરનો છે પણ તેની અસર ખૂબ વ્યાપક છે. જો કોઈ શોખ તમારા જીવનમાં હોય તો જિંદગી સુંદર બની જાય છે. શોખ માટે સમય ની ક્યારેય અછત સર્જાતી નથી. હા પણ જો શોખ માત્ર લોકો ને કહેવા માટે હોય તો પછી તે શોખ માટે સમય ની અછત હમેંશા રહેશે. જરૂર છે તમારા શોખ ને ઓળખવાની અને તેની માટે એક ડગલું ભરવાની પછી જોવો લાલ જાજમ પાથરેલ રસ્તો તૈયાર જ હશે તમારા માટે , કહેવાય છે ને કે "જહાં ચાહ વહાં રાહ". એટલે જો ઈચ્છા હશે તો ચોક્કસ રસ્તો નીકળશે. બધા પાસે ચોવીસ કલાક જ હોય છે , પણ હમેંશા તમારે તમારા જીવનમાં પ્રાયોરિટી નક્કી કરવી પડશે. તમારા શોખ માટે માત્ર થોડો સમય ફાળવશો તો શોખ તમારા જીવનને હર્યુંભર્યું બનાવી દેશે. તમે ફાળવેલ થોડોક સમય બાકી સમય ને સુંદર રીતે પસાર કરવામાં મદદ કરશે. શોખ ને કેરિયર ન બનાવવું હોય તો પણ શોખ માટે સમય આપવો જ જોઈએ. કેરિયર થી તો તમને નામના કે રૂપિયા મળશે પરંતુ શોખ એવી વસ્તુ છે જે તમને આંતરિક શાંતિ આપે છે જે અમૂલ્ય છે.
પરંતુ આપણી આદત છે કે આપણે લોકો પાસે સમય નથી નું ગીત ના રાગડા તાણીયે છીએ પણ ખરેખર સંગીત નો શોખ માટે કોઈ પગલાં લેતાં નથી. આપણે સોશ્યલ મીડિયામાં રહેલ ખોટી વાતો વાંચીને સમય ને બગાડીએ છીએ પરંતુ ખરેખર વાંચવા નો શોખ હોય તો તે વાંચવા નો સમય નથી. આવું તો કેટકેટલું છે. સમય કાઢીને કરવાની જરૂર જ નથી કરશો એટલે સમય આપો આપ નીકળી આવશે.(#MMO ) લખવાનો શોખ હોય તો લખવાનું શરૂ કરો, ગાવાનો શોખ હોય તો ગણગણવાનું શરૂ કરો. વાંચવાનો શોખ હોય તો ચોપડીઓ ખરીદવાનું શરૂ કરો. ચિત્ર દોરવા પીંછી તો ઉપાડો, ડાંસ કરવા પગ તો ઉપાડો, શોખ તો કેટકેટલાય છે ક્યાંક આત્મસાત કરી ને શોધો અને જિંદગી ને જીવવા જેવી બનાવો

Gujarati Thought by Matangi Mankad Oza : 111244312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now