પુત્ર થઈ તુ દેવકીનો, માં યશોદાનો પણ લાલો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

ગોપીઓ સાથે રાસ રચી ,તું રાધાને પણ વાલો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

રંગે રંગાઈ રાધાજી ના, તુજ તો એને છોડી જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

ગોવર્ધન ઉપાળી તે આંગળીએ, તુજ કંસ હણનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

યથાર્થ કરી મિત્રભાવ ને, તુજ સુદામાને ભેટી જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

વસ્ત્રો હરી તે ગોપીઓ તણા, પાંચાલીના ચીર પણ પુરનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

તોતિંગ યુદ્ધના શંખ ફુકયા ઘણા, રણ મેદાન છોડી પણ જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

દ્રોપદી નો તુ શખા ખરો, બેન સુભદ્રા માટે લડનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

હતો તુ પાંડવ પક્ષમાં, તું કર્ણપક્ષનો પણ ખરો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

શાંતિદૂત થયો તુ મહાભારતનો, કુરુક્ષેત્રે તુજ અર્જુનને સમજાવનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

શસ્ત્રહીન ની પ્રતીજ્ઞા લઈને તે, દાદા ભીષ્મ સામે એને જ તોડનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

સુદર્શન ધરી તે હાથે, ગીતા સાર પણ આપનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

Gujarati Blog by Chirag Fultariya : 111241959
Parmar Bhavesh 5 years ago

જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now