ના પણ હોય !
સદાય એક સમો થનગનાટ ના પણ હોય.
હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.

ત્રણેય લોક ગઝલમાં સમાવી લઉં છું હું,
અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય.

છતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે,
અમુક-અમુકના દિવાઓમાં વાટ ના પણ હોય.

તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો,
દરેક જિંદગીઓ મોંઘી-દાટ ના પણ હોય.

ખૂટી ગયા છે કિરણ, દબદબો છતાં પણ છે,
બધા સૂરજની ભીતર ઝળ-હળાટ ના પણ હોય.

Gujarati Good Morning by Dimpal Kapadiya : 111239234
Er.Bhargav Joshi અડિયલ 5 years ago

કેટલાકમાં આ સમજવાની ક્ષમતા ના પણ હોય....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now