પ્રેમનો કિનારો - ૨

એટલામાં જ મુક્તિ રસોડામાં આવતાં જ કહે છે "મમ્મી આજે શું બનાવ્યું? બહુ ભૂખ લાગી છે...Wow! બટાકા વડા...! હવે તો વધારે જ ભૂખ લાગી છે. ચા સાથે બટાકાવડા...Wow! બની જાય પછી મને બૂમ પાડજો."

આટલું કહી મુક્તિ રસોડામાંથી નીકળી બહાર દાદી પાસે જાય છે.

સાવિત્રીબહેને સુમિત્રાબહેન તરફ ભ્રમર ચઢાવતા કહે છે "જોયું....ઑર્ડર આપીને તરત જ જતી રહી. એમ પણ ન થયું કે મમ્મી અને કાકીને મદદ કરું."

કૃતિકા:- "મોટી મમ્મી હું તમને અને મમ્મીને મદદ કરું છું. બોલો શું કરવાનું છે?"

સાવિત્રીબહેન:- "સુમિત્રા તારી દીકરી કૃતિકામાં બધી આવડત છે અને મુક્તિ....એની તો વાત જ ન પૂછો."

સુમિત્રાબહેને કહ્યું "તમે મુક્તિની નાહકની ચિંતા કરો છો. સમય સાથે મુક્તિ સમજણી થઈ જશે."

જમીને મુક્તિ પોતાના રૂમમાં લેપટોપ લઈને બેઠી હોય છે. કૃતિકા મુક્તિના રૂમમાં આવે છે.

કૃતિકા મુક્તિની બાજુમાં બેસતા બોલી "મુક્તિ
શું કરે છે?"

મુક્તિ:- "કંઈ ખાસ નહિ. એક handsome boy સાથે ચેટિંગ કરું છું."

કૃતિકા:- "મુક્તિ તને ખબર છે તું શું કરી રહી છે? આ બધું તું શું કામ કરે છે? નવા નવા Boys ને ફ્રેન્ડ બનાવવા. અને થોડા થોડા દિવસે તારા Boyfriend બદલાય છે. મુક્તિ આ બધું શું છે? પહેલા તો તું એવી નહોતી." 

મુક્તિ:- "આવી બૉરિંગ વાત કરવાનો મારો મૂડ નથી. તું આ યુવકને જો. કેટલો Hot છે. આ યુવક મુંબઈનો છે."

કૃતિકા:- "મુંબઈ પરથી યાદ આવ્યું આપણે ક્યારે નીકળવાનું છે મુંબઈ જવા માટે?"

મુક્તિ:- "કાલે સવારે. I hope કે દિલ્હીમાં જેટલી ભણવાની મજા આવી એટલી જ મુંબઈમાં પણ આવે."

થોડીવાર મુક્તિ ચેટ કરે છે. પછી કૃતિકાને કહ્યું "કૃતિ ઘરમાં રહીને બૉરિંગ થવાય છે. ફરવા જઈએ."

કૃતિકા:- "અત્યારે ક્યાં ફરવા લઈ જાઉં તને?
અહીં તો ખેતર,મંદિર,ડુંગર અને નદી છે."

મુક્તિ:- "એટલે જ હું અહીં આવવા નહોતી ઈચ્છતી. મમ્મી પપ્પાએ ફોર્સ કર્યો. અને દાદા દાદી ફોઈ ફુવા કાકા કાકીને મળાયું નહોતું. તો વિચાર્યું કે મળી જ લઉં."

થોડીવાર પછી મુક્તિ બોલી "ચાલને હવે ફરી જ આવીએ. છેલ્લે નદીએ જઈ જ આવીએ."

આસપાસના ઘરના લોકો મસ્ત લીમડા ના ઝાડ નીચે ખાટલા નાખીને વાતો કરતા હતા. મુક્તિએ આકાશ તરફ નજર નાંખી. એકદમ સ્વચ્છ ભૂરું આકાશ હતું. ખેતરો વેરાન પડ્યા હતા...આંબા ના ઝાડ તો જાણે કેરીઓ નું વજન લાગતું હોય એમ ઝુકી ગયા હતા. કેસૂડાનો કેસરિયા રંગને લીધે પ્રકૃતિ ખીલી ઉઠી હતી.

કૃતિકા અને મુક્તિ પ્રકૃતિનું સૌદર્યઁ માણતા માણતા નદીના કિનારે પહોંચી ગયા. ગામના ઢોળાવ પરથી નદી તરફ જતાં મસ મોટા પથ્થરોથી કુદરતી રીતે બનેલો પથરાળ રસ્તો હતો. કુદરતી નયનરમ્ય વાતાવરણ ખુબજ આહલાદક અને મનને શાંતિ આપી પ્રફુલ્લિત કરે તેવું ત્યાનું સુંદર દશ્ય. એકદમ પારદર્શક પાણી. નદીની આસપાસ વુક્ષો. નીચે પથરાયેલું લીલુછમ ઘાસ. ઠંડો લહેરાતો પવન. કૃતિકા અને મુક્તિ એક પથ્થર પર જઈ પાણીમાં પગ બોળીને બેઠા. થોડીવાર બેસીને મંદિર તરફ જઈ આવ્યા. પછી બંને વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા.

ક્રમશઃ

Gujarati Story by Chaudhari sandhya : 111238707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now