......#..... ઋગવેદ......#....(ભાગ -૨ )

# મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદને મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત કર્યો છે.

મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહ ને સૂક્ત નામ આપવામાં આવ્યું છે , આ સૂક્ત ના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.

સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:

મંડલ - 10
અનુવાક - 85
સૂક્ત - 1028
મંત્ર સંખ્યા - 10552

મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.

જયારે મંડલ બીજા થી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :

બીજું મંડલ - ગૃત્સમદ ઋષિ
ત્રીજું મંડલ - વિશ્વામિત્ર ઋષિ
ચોથું મંડલ - વામદેવ ઋષિ
પાંચમું મંડલ - અત્રિ ઋષિ
છઠ્ઠું મંડલ - ભરદ્વાજ ઋષિ
સાતમું મંડલ - વસિષ્ઠ ઋષિ

અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજા થી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.

આ 10552 ઋગ્વેદ મંત્રોને 'ઋગ્વેદસંહિતા' કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.

# ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :

ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે,આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે. ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે,

જેમકે,
૧) સ્વર્ગલોક સ્થાનીય દેવતાઓ :

મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે,

૨) અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ :

ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.

૩) પૃથ્વી સ્થાનીય દેવતાઓ :

પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.

ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. 3/33) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. 10/108) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇ ને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે. આનું કારણ શું!??

એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે, બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે, બ્રહ્મ એટલે ચૈતન્ય. એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે એ તમામ ને દેવતા કહ્યા છે.

# ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :

ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.

ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.

છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.

# ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :

એક રીતે સમગ્ર ઋગ્વેદમાં સ્તુતિ સુકતો છે. પણ આ સ્તુતિ સુક્તોમાં પણ પ્રકાર પડે છે જેમ કે,

- કાવ્યસૂકતો
- પ્રકૃતિસૂકતો
- પ્રાર્થનાસૂકતો
- સંવાદસૂકતો
- દાર્શનિકસૂકતો
- ઐતિહાસિકસૂકતો
- ધર્મનિરપેક્ષસૂકતો
- વ્યાવહારિકસૂકતો.

"અસતો મા સદ્ગમય" આ વાક્ય પણ ઋગવેદનું જ છે...

શુભસ્તુ...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...

Gujarati Motivational by Kamlesh : 111238546
Kamlesh 4 years ago

ધન્યવાદ રમીલાજી

Kamlesh 4 years ago

અરે વાહ... ૨૯ ઓક્ટોબર... કંઈ નવીન??

Kamlesh 4 years ago

ધન્યવાદ બેનબા

Kamlesh 4 years ago

જય માતાજી બેનબા

Jay _fire_feelings_ 4 years ago

29,ઓક્ટોબર નાં રોજ,, આજે તમારી યાદ આવી ગઈ છે મારા કમ ભૈ..!! ?

Kavyaba P Jadeja 5 years ago

Maja aavi gai ho bhai mahiti vachi ne rugved maru fev. Pustak 6

Kavyaba P Jadeja 5 years ago

E jaymataji dayra ne ?????

Kamlesh 5 years ago

વાહ...! ખુબ સરસ...

Tinu Rathod _તમન્ના_ 5 years ago

હું તો તૈયાર જ છું.. ભાઈ... આ નવા સફર માટે...

Kamlesh 5 years ago

આપનું સ્વાગત છે જીજી... આ તો હજુ શરુઆત છે... પંથ ઘણો લાંબો છે હો...

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આટલી ઊંડાણ પૂર્વક માહિતી આપવા માટે આભાર.. બાકી હું તો ચાર વેદના નામ સિવાય કશું જ જાણતી નોહતી. ?????

Kamlesh 5 years ago

ધન્યવાદ જાગૃતિજી... જય ભોળાનાથ

jagruti rathod 5 years ago

ખૂબ સુંદર જ્ઞાન સભર જાણકારી ખૂબ ખૂબ આભાર? જય ભોળાનાથ....

Kamlesh 5 years ago

ધન્યવાદ દેવેશભાઇ... જય ભોળાનાથ...

Devesh Sony 5 years ago

અદભુત.... જય ભોળાનાથ...

Kamlesh 5 years ago

મહાદેવ હર... ધન્યવાદ શ્વેતાજી...

Shweta Parmar 5 years ago

અદ્ભુત અપ્રતિમ અતિ ઉત્તમ હર હર મહાદેવ ?

Pravin Mokariya 5 years ago

હા હો એવુજ કૈક

Kamlesh 5 years ago

હર.... હાર્દિકભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ જૈનિશભાઇ

Kamlesh 5 years ago

ખુબ ખુબ આભાર અવશ્ય પ્રવિણભાઇ... શું ખબર નિયતિએ આપની શોધ પૂરી કરાવવા મને નિમિત્ત બનાવ્યો હોય...

Pravin Mokariya 5 years ago

અહા હા જોરદાર હુ કેટલા સમય થી અમારા ગોત્ર ની ઋ ચા અને સુક્ત શોધતો હતો હવે મને લાગેશે મળી હસે થોડા સમય મા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now