" ભાઈ" એક એવો શબ્દ જે સાંભળતા જ આંખોમાં એક નટખટ,
જુઠાળો , મોટી મોટી વાતો કરવાવારો, અને એ વાતો પુરી કરનારો એક સહેરો એટલે કે" ભાઈ " યાદ આવે છે.

એક બહેનના જીવન માં માતા પિતા પછી
કોઈ પણ ખાસ હોય તો તે છે તેનો " ભાઈ".
કદાચ માતા પિતાથી પણ વિશેષ.


""ભાઈ""


આજે ક્યાંક ખોવાઈ ગયો છે એ ભાઈ
જેની આંખો મા મારા આંસુથી આંસુ આવી જતા
"તને રડતા પણ આવડે?" એમ કહી
મને હસાવીને જ તે જતો.


આજે ક્યાંક ખોવાઈ ગયો છે.એ ભાઈ
જે મારા હાસ્યથી પોતાની ચિંતા પણ ભુલી જતો
"તું ચિંતા શું કામ કરે છે?" એમ કહી
પોતાનું દુ:ખ છુપાવી જતો.

આજે ક્યાંક ખોવાઈ ગયો છે.એ ભાઈ
જે ને મારા ગુસ્સાથી પણ ફર્ક પડતો
" અરે હવે નહીં કરું બસ!" એમ કહી
ગુસ્સો પણ એ ઓગળાવી દેતો.

આજે ક્યાંક ખોવાઈ ગયો છે.એ ભાઈ
જેને મારા રિસાવવાથી પણ ફર્ક પડતો
"અરે Sorry મારી માં" એમ કહી
તરત જ મવાની પણ એ લેતો હતો.

આજે ક્યાંક ખોવાઈ ગયો છે. એ ભાઈ જે જતાવતો,
છે એની બહેન સૌથી અલગ પણ
" તારામાં કાંઈ ખાસ નથી" એમ કહી
મૂળ પણ એ બગાડતો હતો.

આજે ક્યાંક ખોવાઈ ગયો છે. એ ભાઈ
જે ની હતી તો નહીં હું સગી બહેન
પણ સગીથી વધુ એ રાખતો હતો.
મને મમ્મી ખીજાય ન જાય માટે એ ખોટું પણ બોલતો હતો.

આજે ક્યાંક ખોવાઈ ગયો છે. એ ભાઈ
જો મળે તમને ક્યાંય તો બસ એટલું જ કહેજો
' તારો " જીરો " તને યાદ કરે છે.'



Dip@li?

?️?️ Happy Rakshabhandan?️?️

Gujarati Poem by ... Dip@li..., : 111236758
Nilay 5 years ago

Wowwwwwwwwwwww Most of badha bhai a avu j krta hoy che But 1 tame je lakhyu che badhhi j baheno ni feelings che Aana mate dil thi Respect vaali Salaam che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now