આજનો લેખ કહો કે લાગણી.. માતૃભારતી પર ચર્ચાઓમાં આટલું ઓટોમેટીકલી લખાઈ ગયું..
સવાલ કઈક આવો હતો કે બાળકના સાચા ઉછેર માટે મમ્મી પપ્પા એ કઈ બાબતોનું ધ્યાન રાખવું..?
વેલ મારા જવાબો ક્યારેય વિષયને અનુલક્ષીને નથી હોતા કારણ કે હું કોઈ જવાબ નથી લખતો.. મારી લાગણીઓ શેર કરું છું..
પેરેન્ટ્સ ના બની રહેતા એના મિત્રની જેમ એને સમજો.. એ નાનો છોડ છે જો એને પ્રેમ લાગણી અને હૂંફ મળશે તો જ એ વૃક્ષ બની શકશે.. ઘણીવાર બાળકોને સમજવા માટે બાળક બની જવું.. કારણ કે ત્યારે એમની અને આપણી વચ્ચે આત્મીયતા વધશે.. એને લાગશે કે મારા મમ્મી પપ્પા એકદમ મારા જેવા છે મને સમજે છે.. એટલે એ પણ તમને સમજશે..
શરૂઆતથી જ બાળકોને એકલા ના છોડો.. તમને લાગતું હશે તમે તમારું બાળક આયા અથવા તો પાડોશીઓ ને ત્યાં છોડીને જાવ છો એટલે એ ત્યાં રમશે..
ખરેખર એવું નથી હોતું.. બાળક પળ બે પળ તો બધું ભૂલીને રમી લે છે.. પણ જ્યારે એને માં સાંભળને.. અને એની માં સામે ના હોય એટલે એ પોતાની જાતને એકલી અને અસુરક્ષિત મહેસૂસ કરવા લાગે છે.. આવું મારી સાથે પણ નાનપણમાં બની ગયું છે.. એવું નથી કે નાનપણમાં મને મારા પેરેન્ટ્સ નો પ્રેમ નથી મળ્યો.. મળ્યો છે પણ જેટલો જોઈએ એટલો નહીં.. આ જ કારણોથી બાળપણમાં મને ઘણીવાર એવું પણ લાગતું કે મારું કોઈ જ નથી હું સાવ અનાથ છું..
પોતાના સંતાનોને સમજો એને શુ કરવું છે એ એકવાર જાણવાનો પ્રયત્ન કરો.. એને જે દિશામાં જવું હોય એને એ જ દિશા માટે તૈયાર કરો.. બાકી શર્માજી નો દીકરો 99% લાવ્યો તું કેમ ના લાવ્યો એમાં તો બાળક ગૂંગળઈ મરી જશે.. એ પોતાની જાતને જ દોષી માન્યા કરશે..
થોડુંક સમજાવવાની, અને થોડુંક સમજવાની જરૂર છે.. બાળક એ આપણું આવતીકાલ છે શા માટે આપણે આપણી આવતીકાલને અંધારામાં નાખીએ..

Gujarati Thought by PARESH MAKWANA : 111231471
PARESH MAKWANA 5 years ago

સાચું જ છે ને..

Jainish Dudhat JD 5 years ago

Aa topic par hu toh saheb khali etlu j kahis K jo balko ne palvani tevad na hoy toh emne janam pan aapvano adhikar nathi..... Sorry pan maro vichar aa 6..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now