તમને દિલ અને દિમાગ.. બેમાંથી કોઈ એકનું સાંભળવાનું કહેવામાં આવે તો તમે કોનું સાંભળો..
મોટાભાગે લોકો એવું જ કહેશે કે દિલનું સંભળાય.. કારણ કે દિલ હમેશા સાચું જ કહે..
અત્યાર સુધી મારુ પણ એવું જ માનવું હતું કે.. દિલકી સુનો.. દિલ ચાહે કરો..
પણ આ દિલનું સાંભળી સાંભળીને આજે હું એકદમ લાગણીશીલ થઈ ગયો.. મતલબ સાવ ઘાટામાં ગયો..
હૈયે ભાવ જન્મે.. અને ભાવથી જન્મે હેત.. અને હેત વધે ત્યાં તમે હારી ગયા..
હવે થાય છે કે કાશ પહેલેથી જ મેં દિલને એક તરફ મૂકીને મારા મગજની સાંભળી લીધી હોત.. તો આજે આટલો ઘાટો થયો જ ના હોત..
આ છળની દુનિયા છે અહીંયા નિર્દોષલાગણીની કોઈ જ કિંમત નથી..

Gujarati Thought by PARESH MAKWANA : 111231188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now