બળી જશે લાકડા ઠરી જશે રાખ...
તારી ખુમારી તારી પાસે રાખ...

જીવી લે જિંદગી મોજ મસ્તીની...
તારી અક્કડ તારી પાસે રાખ...

રોપી દે પ્રેમનું તરુ...
હેતનું ખાતર એમાં નાંખ...

ઉગશે ફળ મધ ભરેલું...
વિશ્વાસના હોઠે એને ચાખ...

પૈસો કાંઈ બધું જ નથી...
માનવતાની બનાવ શાખ...

દરિયો બનશે કદી તોફાની...
ધીરજની નાવ તું હાંક...

ખુલ્લી આંખેતું દુનિયા જુવે...
ક્યારેક તોભીતરે તું ઝાંખ...

હારની શરણેના થા...
આપી છે તને હોંસલાની બે પાંખ...

શ્વાસ આપ્યાપણ જીવે નહિ
એમાં...ઈશ્વરનો શું વાંક...!!!

Gujarati Poem by Arvind Wagh : 111225978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now