એક અંતરાલ પછી ઢીલા પડી  ગયા  સંબંધો ના તાણાવાણા
ટાઢી થયી સંબંધો ના ભીતર ની હૂંફ ને રહ્યા પછી કાલાવાલા

હવા જરા શું મળી અંદર ના  અહ્મ ને  ચિંગારી ભળકી ઊઠી
રહી ગયી પછી રાખ  સંબંધો ની ને  રહ્યા એને ઉપાડવાવાળા

એળે ગયો આ જન્મારો એકબીજા ના જુઠા અહ્મ પોષવામાં
રહી ગયો ભીતર માં  અંધકાર ને  કોણ કરે હવે કોઈ પુછાણા

ઋત આવે છે જાય છે જીવન નીકળી ગયું એક એની રાહમાં
રહી ગયી હરેક ક્ષણ  આંખો માં ને ભીના રહી ગયા પલકારા

મહેસુસ  થાય છે  એક  સુગંધ જાણીતી મને હરેક આહટમાં
રહી ગયી બસ  ખલીશ  આ હ્રદય માં ને ચૂકી ગયા ધબકારા

એક છેલ્લી તમન્ના મીલન ની  પાળી રાખી છે ઉર ને અંતરમાં
છળી  ગયી  મને  હરેક ઈચ્છા ને હવે ક્યાં ગયા એ સથવારા

એક અંતરાલ પછી ઢીલા પડી ગયા  સંબંધો ના તાણાવાણા
ટાઢી થયી  સંબંધો ના  ભીતર ની હૂંફ ને નિલ કરે કાલાવાલા

- નિલ

Gujarati Good Night by Neel : 111201291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now