આજનો દિવસ *“વિશ્વ પર્યાવરણ દિવસ”* તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આજે સમગ્ર વિશ્વના તમામ પર્યાવરણ પ્રેમીઓ જાણે કે આજના એક જ દિવસમાં પર્યાવરણનું મહત્ત્વ લોકોને સમજાઈ દેવાના હોય તે રીતે *facebook,whatsapp,twitter* વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પર્યાવરણને લગતા વિવિધ સુવિચારો વાક્યો શેર કરી પોતાની પર્યાવરણ તરફની લાગણી વ્યક્ત કરતા હોય છે.પરંતુ શું? આજના એક જ દિવસે પર્યાવરણનું મહત્વ સમજવું જરૂરી છે?
શુ પર્યાવરણનું જતન ફક્ત એક દિવસ પુરતું જ મર્યાદિત છે?
આખા વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી બાબતોમાં આંખ આડા કાન કરવાની માણસની પ્રવૃત્તિ અને પર્યાવરણ પ્રત્યે ધ્યાન ન આપવાથી માણસ કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકસાન કરતો આવ્યો છે અને એ નુકસાની નું પરિણામ સમય સમય તેને પોતાને પણ ભોગવવાનો વારો આવ્યો છે. પણ, આમ આજના એક દિવસે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાથી ને એક દિવસ પુરતું પર્યાવરણ બચાવી લેવા થી કોઈ મોટો સુધારો આવવાનો નથી હા, પર્યાવરણ પ્રત્યે દરેક વ્યક્તિની ફરજ છે એ દરેક વ્યક્તિએ તેમાં સહભાગી થઈ પર્યાવરણનું જતન કરવું જોઈએ .કોઈ મોટા પ્રમાણમાં વૃક્ષો નું જતન ના કરી શકો વાવણી ના કરી શકો તો કોઈ વાંધો નહીં .પરંતુ ,તમારા આસપાસની કેટલીક નાની-નાની બાબતોનો જો ખ્યાલ રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં મહદંશે પોતાનો યોગ્ય ફાળો આપી શકાય છે. જેમકે,
૧.નકામું વ્યર્થ વહી જતું પાણી અટકાવો.
૨. કામ વગરના વીજળી ના સાધનો નો ઉપયોગ બંધ રાખો.
૩. શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુને વધુ ઉપયોગ કરો.
૪. સિગ્નલ ક્રોસિંગ પર ઊભા રહેવાનું થાય તો ગાડી બંધ રાખો.
૫. ગમે ત્યાં કચરો ન ફેંકતા કચરો કચરાપેટીમાં નાખી જમીન નું પ્રદૂષણ અટકાવી શકાય છે.
૬. બહાર જતી વખતે જો મોબાઈલ અને પાવર બેંક સાથે લઇ જઇ શકાતો હોય તો બજારમાં ખરીદી કરવા જતી વખતે પણ સાથે કપડાંની થેલી લઈ જવાનો આગ્રહ રાખો અને આમ કરીને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળો.
આવી કેટલીક નાની નાની બાબતો તરફ જો ધ્યાન રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં આપણે સહભાગી બની શકીએ છીએ છે.
:ઉમાકાન્ત મેવાડા સિવિલ એન્જીનીયર
#worldenvironmentday #swachh_Bharat

Gujarati Book-Review by I AM ER U.D.SUTHAR : 111188892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now