ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને ?
ઋતુઓ ની રાણી મોકલ


ઝરમર ઝરમર પોરાં મોકલ ?
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ

લીલીછમ લીલોતરી મોકલ ?
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ

ત્રાંસો મીઠો વરસાદ મોકલ ☔
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ..?
હવે બસ વરસાદ મોકલ..
*ધરતી*

Gujarati Song by nihi honey : 111187897

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now