#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Love, God, emotions, inspiration

ખુશી

આજે હું
એ જૂનાં રસ્તાઓ ભૂલી ગઈ હતી
બસ આછો આછો આભાસ હતો
કદાચ એણે રોકી ન હોત તો હું ચાલી જ ગઈ હોત
પણ મારું મન જાણે છે કે,
એનો એક અવાજ જ કાફી છે મને રોકવા માટે.
એને મળવામાં એટલી અધીરી થઈ ગઈ હતી કે,
રસ્તાઓ વચ્ચે જ હું ભૂલી પડી હતી
હું મારામાં ખોવાઈ હતી
એનાં પ્રેમની હું જ દિવાની હતી.
એનો હાથ મારા હાથમાં હતો
મારી સામે રહી એક પળને પણ તે ગુમાવવા નહોતો માંગતો
પણ સમય કોઈનું માને ?
હું એની પાસે હતી
બહુ જ નજદીક
એની ખુશી માટે
અને આજે જ હું એનાથી દૂર જવાની હતી
એની જ ખુશી માટે.
કેટલીયે વાતો વચ્ચે પણ અમે મૌન હતાં
અમને ખબર હતી કે,
આજ પછીનો સંબંધ અમારો કેવો હશે
તો પણ મૌન હતાં.
જતાં જતાં મેં એને કહ્યું,
‘હું જાઉં છું … મને યાદ ન કરીશ.’
એણે કહ્યું,
‘હા, જાણું છું, હું તારી સાથે જ તો છું.’
મારી ખુશી જોવા માટે
આજે તે હસી રહ્યો હતો
હું હસી પણ ન શકી અને રડી પણ ન શકી
કેટલાંય ઘોઘાટો વચ્ચે હું એકલી હતી
એની યાદો, એના અહેસાસ અને એના પ્રેમ સાથે
એના શબ્દો મારા કાને ગુંજી રહ્યાં હતાં,
‘હું તારી સાથે જ છું હંમેશાં માટે હો.’
મેં આંખો બંધ કરી
મારા અને એના ભવિષ્ય માટે
હું મારામાં ખોવાઈ ગઈ.

- ‘નવ્યાદર્શ’
Email : navyadarsh67@gmail.com

Gujarati Poem by Navyadarsh : 111170828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now