#કાવ્યોત્સવ -૨
#kavyotsav -2
(ભાવનાપ્રધાન ગઝલ)

'સમજાઈ નથી' (ગઝલ)

ગમતી કોઈને છો સચ્ચાઈ નથી,
સત્ય કહેતાં જીભ અચકાઈ નથી!

જિંદગીને સૌ કહે નાટક ભલે,
જોઈએ એવી એ ભજવાઈ નથી!

શું છે તારી આ યુવાનીનું રહસ્ય?
આટલા વર્ષે ય બદલાઈ નથી?

તું કહે છે, 'હું ભુલી ગઈ છું તને!'
યાદ મારી સહેજે સચવાઈ નથી?

પંડિતાઈનો નથી દાવો કશો!
કેટલીયે વાત સમજાઈ નથી!

વાહ માટે તું લખે છોને ગઝલ!
એકે મારાથી તો સર્જાઈ નથી!

ઓછી એ જોવા મળે છે આજકાલ!
હા, ચલણમાં ખાસ અચ્છાઈ નથી!

- હેમંત મદ્રાસી

Gujarati Poem by Hemant Madrasi : 111170541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now