Wish you Happy Inter National Nurses Day.



     Dedicated to all My Beloved Nursing Family and My teachers and professor, My family, My Friends, and all who always inspired Me to Join this Nobel Nursing Service and profession, in which each and every nurse work not only hand(skill) but also work with heart (emotion) and head (thinking).



કરતી રહી સેવા તે……..



કરતી રહી સેવા એ નિઃસ્વાર્થ ભાવે, મનમાં ઘણાં બધાં ઉમંગ લઈને…..!

આપતી રહી હળવું સ્મિત બધાંને, મનમાં લાખો દુઃખ હોવા   છતાંય....!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


કરતી રહી તે સેવા ચાકરી દરિદ્ર નારાયણની, પુરેપુરા પ્રયત્નોથી,

હતી એક જ આશા તેને કે, મળે આશીર્વાદ એ દરિદ્ર નારાયણના,


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને.


હજારો દુઃખ હોવા છતાંય મનમાં, હજારો દુઃખ હોવા છતાંય મનમાં……!

કદી ના થવાં દીધાં દુઃખી પોતાના દરિદ્ર નારાયણને ક્યારેય….!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


સહી લીધું ઘણું બધું પોતાનાં દર્દી માટે, સહી લીધું ઘણુંબધું પોતાના દર્દી માટે…..!

પરંતુ વાત જ્યારે આવી દર્દી સાથેનાં અન્યાયની ત્યારે લડી લીધું આખા જગ સામે....!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


આપ્યો ઘણોય સમય પોતાના દર્દી માટે તેણે, આપ્યો ઘણોય સમય પોતાનાં દર્દી માટે તેણે…!

ભૂખ્યા તરસ્યા રાખી પોતાનાં સગાં સંતાનો ને…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને.


હતી નહીં એ કોઈ અજાયબી થી કમ, હતી નહીં એ કોઈ અજાયબીથી કમ…..!

કારણ કે વિજ્ઞાન અને કલાનો સુભગ સમન્વય હતો તેનામાં…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને,


દુઃખ દૂર કરતી રહી એ પોતાના દર્દીઓના, દુઃખ દૂર કરતી રહી એ પોતાના દર્દીઓના…..!

એમાં ક્યાંક એ પોતાના પણ દુઃખ વિસરી જતી એ…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને,



જાણે છે  “રણકાર” ખુબજ જોખમ હોય છે, આ વ્યવસાયમાં…..!

છતાંય પોતાનાં દર્દીઓ માટે સમર્પિત છે, આ એક નહીં આવા લાખો ખોળિયા…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને……!



                       મકવાણા રાહુલ.એચ

                              “રણકાર”

Gujarati Poem by Rahul Makwana : 111170415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now