ભૂખ


  એક 10 વર્ષનો ગરીબ બાળક આકરા તડકામાં પોતાની 7 મહિનાની બહેનને તેડીને નાસીપાસ થતો થતો હોસ્પિટલમાં આવ્યો, ચહેરા પર ચિંતાઓની લકીરો સ્પષ્ટપણે દેખાય રહી હતી, જે તેનો પોતાની બહેન પ્રત્યેના અનહદ પ્રેમની ચાડી ખાય રહી હતી, આ બાળકને જોતા એવું પ્રતીત થઈ રહ્યુ હતુ કે આ દુનિયામાં તેની બહેન સિવાય કોઈ પોતાનું નહી હોય, પોતે અનાથ હશે.


  આ નાની બાળકીનો રડવાના અવાજને કારણે હોસ્પિટલમાં બેસેલા બધા જ દર્દીઓ અને તેના સબંધીઓનું ધ્યાન પેલા ભાઈ-બહેન પર પડ્યું, આથી બધાએ માનવતા ખાતર તેને પહેલા ડોકટર પાસે જવા દીધો.


  ડોકટર પાસે જઈને તેણે કહ્યું કે, “મેડમ ! જુઓને મારી લાડલી બહેન તાવને લીધે છેલ્લા બે કલાકથી સતત રડયા કરે છે. આથી ડૉ. સેજલે તેની વ્યવસ્થિત તપાસ કરી, અને તપાસ કર્યા બાદ આંખમાં આંસુ સાથે ડૉ. સેજલ એટલું જ બોલ્યા કે…


“બેટા ! તારી લાડલી બહેનને તાવ નથી આવ્યો, પરંતુ તે ભૂખ લાગવાને લીધે રડી રહી છે..”


  આ બાજુ ડૉ. સેજલની આંખમાં દયાભાવ દેખાય રહ્યો હતો જ્યારે પેલા બાળકની આંખમાં પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ અને લાચારી ટપકી રહી હતી.


“ફરતો રહ્યો એ નાદાન, અખાગામમાં પોતાની બહેનને લઈને,


થયું એને કે તાવ આવ્યો હશે, એટલે રડતી હશે તેની લાડકી બહેન,


પરંતુ કારણ તાવ નહીં પણ ભૂખ હતી….”

Gujarati Microfiction by Rahul Makwana : 111170405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now