#KAVYOTSAV2

શુ તમારી આદત છે, જેવી તમારી દાનત એવી જ કંઇક શરાફત છે,

તારીફ શું કરુ હું આપની ,આપની ઐશ્વર્યતા એ કદાચ કુદરત ની કરામત છે,

જેઓ એ આપી શહાદત આ દેશ માટે,તેઓની મર્હુમ આત્મા ની આ અસ્કયામત છે,

આ તે કેવી નજીર્યત છે ખુદા ની જે બક્ષે છે જન ને જન્નત,ને પૂરી કરે સહુ ની મન્નત છે,

પ્રસંશા હુ શુ કરુ આપની,અનુસંશા ની સમાલોચના કરવાની આપને ફાવટ છે,

ક્યારે હતુ ન્હોતું કારી દે, ભાઈ એતો કુદરત જો સર્જે તો 'આફત'છે,

આ તવંગર ની દુનિયા માં, ગરીબો ની શી કિંમત?,કોઈ ની ગરીબી ક્યાં મફત છે,

રણ પ્રદેશ મા પાણી ની તરસ છીપાવતા'મૃગજળ', દરિયા કિનારે નાળિયેરી ફક્ત છે,

મૌન છું હુ કેટલાંય સમય થી, છતા મારી હાજરી મારા મૌન થી વ્યકત છે,

કર્મ ની કર્મઠતા ની વાત છે, કાલ જે અપ્રસ્તુત હતુ આજે તે પ્રસ્તુત છે.

ભય થી તો દરેક વાકેફ છે, છતાં એકવાર જોવી જરુર આહટ છે,

અશાંત હતો થોડો શાંત થયો છું, તમારાં જ આસ્વાશન થી મળી મને રાહત છે,

લોકો ને મળતા રેહવું એ એક શિરસ્તો છે,બાકી તો હોઇ શકે એ મારી ચાહત છે,

શુ તમારી આદત છે, જેવી તમારી દાનત એવી જ કંઇક શરાફત છે,

જય ગુજરાત,જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.

Gujarati Poem by GAURANG KUBAVAT : 111170257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now