જાણે નસીબ સૌને સધ્ધર કરી રહ્યું છે
ઠોકરનું વાગવું પણ પગભર કરી રહ્યું છે

જો મુત્યુની હો ચિંતા તો એક વાત સમજો
તમને તે વાત મનમાં કશે ઘર કરી રહ્યું છે

વરસાદમાં ય ભીની રેતીમાં નાની કીડી
ઈચ્છાના સહારા પર દર કરી રહ્યું છે

કેવો તે રંગ લાગ્યો તુજ પ્રેમ નો મને
તુજ પોળમાં જ મન પણ હરફર કરી રહ્યું છે

દેવું છે ગુલાબ તમને, એવો વિચાર આવ્યો
બસ આ વિચાર મનને અધ્ધર કરી રહ્યું છે
- કિશન દેસાઈ 'KD'
#KAVYOTSAV -2
#KAVYOTSAV_2
#KAVYOTSAV2

Gujarati Poem by Kishan Desai : 111166770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now