#કાવ્યોત્સવ 2

ચંચળ મન (ઈશ્વર, લાગણી)

મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને,
થયું આજે નહીં કાલે ભજીશું મોહન....

હજુ મારી આજ હતી ને,
ખબર ના પડી કયારે વીતી ગયો વખત....

જોને હજુ બાળ હતા ને ,
આજે હૈયે હરખાતો યુવાનીનો હરખ....

માયા પાછળ દોટ મૂકી ને ,
હાથમાંથી રેતીની જેમ સરકી ગયો સમય....

સપના મારા તરસ જેવા ને,
છળી ગયા મૃગજળ બનીને વહી ગયો વખત....

દશકે દશકે યાદોં બની ને ,
બસ એ યાદોની સ્મૃતિ બની ને વિસરી ગયો સમય....

લાગણીઓનાં વહેણ વાયા ને,
મેં ભૂતકાળમાં દેખી યાદ કર્યો વખત.....

છતાં, મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને,
થયું કાલે જ ભજીશું મોહન....

નહીં થાય અફસોસ હવે પછીનો,
માટે અત્યારે જ ભજી લો મોહન ......

નહીં આવે કાલ ફરી ફરી ને,
માટે તમે આજે જ ભજી લો મોહન...

Gujarati Poem by Darshana Hitesh jariwala : 111165448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now