#કાવ્યોત્સવ2 #રોમાંસ #પ્રેમ

"બોલ તારે શું કહેવું છે?"


તારા ઉપર માઁની જેમ પ્રેમથી ખિજાવું છે,
વાત ન માને મારી ત્યારે ખાલી ખાલી રીસાવું છે,
બચ્ચા બની તારી સાથે ઘર ઘર રમવું છે,
મીઠુ-મીઠુ એંઠુ અધૂરું શબરી જેમ જમવું છે.

બોલ તારે શું કહેવું છે?

તારા અધરો પર મારે ગીત બનીને ગુંજવું છે,
તારી આંખોમાં મારે સપનું બનીને ઉગવું છે,
કોમળતાથી લચી પડેલી ફુલ ડાળી જેમ નમવું છે,
સ્નેહના વરસાદમા તારા અનરાધાર ભીંજાવું છે.

બોલ તારે શું કહેવું છે ?

સવારે પડતી ઓસની જેમ તારા ગાલે ઝમવું છે,
તેં ઓઢેલી ચાદરની જેમ તારી સાથે ચોળાવું છે,
સ્નાન પછી તારા બરડે પાણી જેમ રેલાવું છે,
તારા ઉરપ્રદેશે મારી આંગળીયૉ એ ભમવું છે,

બોલ તારે શું કહેવું છે?

સાંજે ઢળતા સૂરજની જેમ તારા પાલવમાં છૂપાવું છે,
મોર બનીને મેઘલી રાતે તારી સંગે નાચવું છે,
લાગે આગ જ્યારે તારા અંગ અંગને નઁદવું છે,
રોમ રોમ સળગે ત્યારે અંનગ બની રોપાવું છે.

બોલ તારે શું કહેવું છે?

મહેંદી ભર્યા હાથે તારા નામ મારૂ રંગાવું છે,
પાનખર સમ જીવનમાં વસંત બનીને ખિલવું છે,
થોર પર ઉગતા ફૂલની જેમ ક્યારેક તને ગમવું છે,
હદની અંદર અનહદની હદ સુધી તને ચાહવું છે.

બોલ તારે શું કહેવું છે?

બોલને..........

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928

Gujarati Poem by jigar bundela : 111164855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now