"જીવું છું તારા વગર"

રંગ જીંદગી નાં બધા ભૂંસાઈ ગયા
દિલ કેરા બાગ નાં પુષ્પો કરમાઈ ગયા
યાદ માં અાંસું મોતી બની વેરાઈ ગયા
અને નીર નદિયો માં સલકાઈ ગયા
ભલે ચાલી ગઈ તું કહ્યા વગર,
પણ હુંતો કહિ ને જીવું છું તારા વગર.

પાગલ બનાવી મને ખોટી પ્રીત માં
ખોવાઈ ગઈ તું આ દુનિયા ની રીત માં
ગાવું છું તને હું દરેક ગીત માં
સૂર બની ક્યારેક તો આવ સંગીત માં
જા ખુશ નહિ રહિ શકે તું મારા વગર,
અને હું પહેલા જેમ જ જીવું છું તારા વગર.

લાય લાગી છે મારા હૈયે વિરહની
બસ એક નઝર તો કર મુજભણી
હા સાંભળ, મુખે થી નિકળે છે હાયઘણી
ધરતી માથે તારો નહિ રહે કોઈ ઘણી
મરી નહિ શકે તુ મારા વગર,
અને હું મરી ને પણ જીવું છું તારા વગર

☞ કિશોર સોલંકી

Gujarati Poem by kishor solanki : 111163509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now