#kavyotsav

ધબકાર..!
- જૈમીન ધામેચા

દિલના કોઈ ખૂણે છૂપો સૂનકાર છે,
મૌનમાં ગૂંજતો જાણીતો રણકાર છે !

સાવ અડોઅડ બેઠાં છે એકબીજાને,
તોય વચ્ચે જાણે અમથો અહંકાર છે !

સુગંધી પરોઢમાં છે તડકાની નરમાશ,
ગઈરાતનો સ્હેજ આછો અંધકાર છે !

સમયની થાળીમાં વધી છે યાદો જ,
પેટ કેમ ભરવું એ જ હવે પડકાર છે !

છેલ્લી વખત આવે છે આ નામ હોઠે,
હવે બચેલો આ છેલ્લો ધબકાર છે !

Gujarati Poem by Jaimeen Dhamecha : 111161962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now