#કાવ્યોત્સવ૨

વિષય- લાગણી

લાગણી

શબ્દોનો લશ્કર લઈ,પંક્તિઓ માં યુદ્ધ કરાવે છે.
એક લાગણી જ તો છે જે દોસ્તી અને દુશ્મની બન્ને કરાવે છે.

આસાન નથી વસાઈ રહેવું, તો પણ બધાજ દીલ માં ખુદને વસાવે છે.
એક લાગણી જ તો છે જેણે હાર અને જીત બન્ને સમાવે છે.

સમય દર-સમય નહી,આતો હરેક ટન્કકોર મા હુકુમત જમાવે છે.
એક લાગણી જ તો છે જે દરેક કાળ ને હરાવે છે.

નદીનો વહાવ અને દરીયા ની સ્થિરતા, બસ આવીજ રીતે બધી જોડ સીવડાવે છે
એક લાગણી જ તો છે જે ઉલટુ અને સીધું બન્ને ના પહેનાવે છે.

રસ્તા ની અલગ અલગ રીતમાં,ચાલની સરિતા એક દોહરાવે છે.
એક લાગણી જ તો છે જેને પામવા નકશા ચીતરાવે છે.

પંખ માં પ્રેમ નો રસ પુરાવી,તરસ દીલના ખૂણા ખૂણાઓ ની મીટાવે છે.
એક લાગણી જ તો છે જે પ્રેમ ૧ને નફરતને એક સાંકળ માં બંધાવે છે.

મુસ્કાન નાની માં ખુશી સમજાવી, આંસુ નામના બુંદમાં ગમ વસાવે છે.
એક લાગણી જ તો છે જે હસી અને આંસુ બન્ને વહાવે છે.

મીત્ર નજીક નો હતો કે દુરનો, કહેતા તો મીત્ર જ કહેવડાવે છે.
એક લાગણી જ તો છે જે દુરીને નજદીકી માં બદલાવે છે.

શબ્દો શબ્દો મા વસી, સહુને અહેમિયત ખુદ ની સમજાવે છે.
એક લાગણી જ તો છે જે વિચાર અને વાણીમાં ફેર જણાવે છે.

- મીત ખોડીયાર

English Poem by Meet Khodiyar : 111158355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now