વિકાસના માર્ગમા ઉંમરો મળ્યો, તમે સફળ છો
મનોમંથનમા આભમાનો તારો ખર્યો, તમે સફળ છો!

ઊંડા સાગરમા મરજીવા મળ્યા મોતી , તમે સફળ છો
અગનજ્વાળાઓના રણમા વીરડી ગોતી, તમે સફળ છો!

અશક્યતાના શિખરે પહોચ્યા, તમે સફળ છો
રંકતા ના સિમાળા ઓળંગી સુખે પહોચ્યા, તમે સફળ છો!

વલખવતુ સમૃધ્ધ જીવન; પા..ઘડી જીવ્યા, તમે સફળ છો
સમયે નીકળી ઈશ્વર ભેટી પડ્યો, તમે સફળ છો!

ઈચ્છા-આશા-મહેચ્છા-તૃષ્ણા પૂર્ણ થઈ, તમે સફળ છો
મુત્યુ બાદ કફન પણ અજાણ્યા નીકળ્યા, તમે સફળ છો!

- યુવરાજસિંહ સોલંકી
શબ્દોનુ લોકસાહિત્ય

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111154784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now