તને શું સંબોધવું ખબર નથી એટલે હું આમ જ શરૂ કરી દઉ છું

તારા સિવાય  મારા બધા મારા બધા દોસ્તો જાણે છે.. કે તારા જેવા ખડૂસ માણસ માટે મને નીતરતી લાગણીઓ છે... તું કેવો અજીબ છે ? તારા માં જ વ્યસ્ત રહે એવો... તને ખબર જ નથી તારા આમ તૂટી ને મહેનત કર્યા કરતા શરીર ની અંદર એક માસૂમ દિલ છે... ખૂબ મોટો ઢોંગી છો તું. ... હમેશા એવું જતાવે છે.. તને ફેર નથી પડતો.. કૈક ગુમાવી દીધેલું હજુય તારામાં એમ જ ધડકે છે... સમજુ છું....બધું.....પણ હું ક્યાં તને વધુ જાણું છું ક્યાં ઓળખું છું ... જે કાંઈ બોલું છું કહું છું બધું જ મારા મગજની  ઉપજ છે.  જેને સતત કાંઈક નોટ કર્યું છે.. ખબર નહીં તું મને કહેવાનું કેમ તાળે છે... આ જે તારું મને ઇગ્નોર કરવાનું આખું કારસ્તાન છે... એ મને તારા તરફ વધુ ખેંચે છે... તને જાણવા હું મથું છું...!!

થોડીક કહી ને ગાયબ કેમ થઈ જાય છે...! ? તું કહે ને મારે તારી સ્ટ્રગલ સ્ટોરી સાંભળવી છે... તારા હ્ર્દયના થયેલા ટુકડા વીણી ને મારે આખું ચિત્ર બનાવવું છે... તારી બધી તિરાડો મારા પ્રેમથી ભરી દેવી છે... તને ખબર છે તું ખૂબ ઓછું હse છે...તું ખડખડાટ હસ ને... તારા હાસ્ય પાછળનું કારણ મારે બનવું છે....

તને ખબર પણ નહીં હોય ... તારા ડીપી ને અપડેટ્સ જોય ને હું રોજ રોજ નવા નવા સપના રચુ છું..  તારા થવાના સપના .. ! તું ખૂબ વયસ્ત રહે છે... પણ તને મારી એકાદ પાગલ જેવી સ્ટોરી જોવાનો સમય મળી રહે છે એટલે જ જે છોકરીને સ્ટોરી કેમ મુકાય એ પણ ખબર નહોતી એ સ્ટોરી સજાવીને મુકતા શીખી ગઈ... જેને ચિંતા  નહોતી કે પોતે કેવી દેખાય છે.. એ બે વાર અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળતી
થઈ ગઈ છે.... તને ખબર છે..  તું મને સુંદર બનાવે છે...  અતિશય સુંદર ...!

તને ખબર છે હું રોજ વિચારૂ છું... હું તને આ કહીશ તે કહીશ. .. હું કેટલી પાગલ છું તે જણાવીશ... મારી ધડમાથા વગરની કલ્પનાઓ...  મારે ક્યારેક તો તને મારી જોયેલી કાર્ટૂન ફિલ્મની વાર્તાઓ કહેવી હોય છે... કે મારા હ્ર્દયને સ્પર્શી ગયેલી વાત કહેવી હોય છે... પણ હું નથી કહી શકતી... કદાચ તું મને શું ધારી લઈશ એવા જ વિચારો મને રોકે છે

તને ખબર છે  ..તું મારો ક્રશ છે... એ પાગલ જેવો ક્રશ ..  ખબર છે..  કોઈ શક્યતા નથી તને મળવાની તને જાણવાની તોય દિવસમાં ચાર પાંચ વાર તારું પ્રોફાઇલ ખોલીને તને જોયા કરવાની ઇચ્છા... ! કોઈ અપેક્ષા નથી તારી પાસેથી.. નથી કોઈ આરઝૂ... બસ આમ જ જોયા કરવાનું ... તને કહેવાનું પણ નહીં... હું તને નિહાળું છું...!

ના.... ના.... આ પ્રેમ નથી એક આકર્ષણ છે.. જે સમય જતાં ઢળી જવાનું છે... પણ હું આ આકર્ષણને માણુ છું... મને આ સંબંધ જે ખરેખર છે જ નહીં એને નામ નથી આપવું ..અરે દોસ્તી પણ નહીં..  અપેક્ષા વધી જાય તો?! આથી મારે તને માત્ર નિહાળવો છે.. અને તને કહેવું પણ નથી કે હું તને જોવ છું....


જે તને ક્યારેય જણાવાની નથી કે તું એનો ક્રશ છે
તેવી એક પાગલ છોકરી....

Gujarati Romance by Manisha Gondaliya : 111144051
Sagar Pandya 5 years ago

kharekhar lovely filling che..

aateka Valiulla 5 years ago

અત્યંત નિખાલસ પ્રેમ પત્ર...

Jadeja Ravubha P 5 years ago

ઘણા દિવસ પછી એક ખુલ્લું છતાં નિર્દોષ પ્રેમાળ પત્ર જોયો છે,તમે નહી માનો મનીષાજી છતાં ,લોકો ને આમ જ પ્રેમ માં પડતાં જોયા છે. khotu lagyu hoy to sorry

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now