#moralstories


ગામઠી હોટલ ' આજે લોકો થી ફુલ ભરેલી હતી. વેઈટર કામ માં પોચી શકે એમ ન હતા. ઓડર ઉપર ઓડર લખાતા હતા. હોટેલ ની બહાર વેઈટિંગ માં ઘણા લોકો બેઠા હતા. કેશ મેનેજર બધું મેનેજ કરી ને જોઈ રહ્યા હતા કે ક્યાંય અડચણ ઉભી થાય એવું ના બને. એવામાં એની નજર એક ટેબલ પર પડે છે.

ટેબલ નં 17... વેઈટર એક ફૂડ ડીશ લઈ ને ત્યાં જાય છે પણ અચાનક જ ટેબલ પર પરિવાર માં જમવા બેઠેલો માણસ ગુસ્સાથી અપમાન કરી ને  ડીશ પાછી મોકલે છે. નજીક થી અવલોકન કરતા જણાયું કે બીજી વાનગી આવી હતી. બીજા કોઈક ની વાનગી નો ઓડર અહીં મુક્યો હતો. એટલે થોડી બબાલ થઈ. વેઈટર સોરી બોલી ને ફરીથી ઓડર પ્રમાણે ની ડીશ લઈ આવે છે.

થોડા જ સમય બાદ ફરીથી એક બીજું દ્રશ્ય મેનેજર ની સામે ઉભું થાય છે.

ટેબલ નં 22... એ જ વેઈટર ડીશ લઈને ટેબલ પાસે પહોંચે છે પણ ભૂલ થી બીજા નો ધક્કો લગતા ડીશ નું જમવાનું જમવા બેસેલા વ્યક્તિ પર ઢોળાય છે. એટલે વેઈટર હાફળો ફાફળો બની ને ગભરાઈ જાય છે. સોરી બોલે છે ને તરત બધું સાફ કરવા લાગી જાય છે. પણ.... પણ જમવા બેસેલો વ્યક્તિ શાંત બેઠો છે. આ બનાવ થી સહેજે ઉશ્કેરાતો નથી. મોં પર સ્મિત સાથે બોલે છે... નો પ્રોબ્લેમ ગુડ મેન... તમારો કોઈ વાંક નથી આમાં... કોઈ ના થી પણ આ ભૂલ થઈ શકે છે...ને હા, આ બધું સાફ સફાઈ કરવા બદલ...થેંક્યું.....વેઈટર જોતો જ રહ્યો....

આજે  બે અનુભવ મળ્યા... ફક્ત 'વાનગી ની ડીશ' બદલાઈ તો અપમાન.... ને... કપડાં ગંદા થવા છતાં પણ થેંક્યું .....!!

Gujarati Good Morning by કલમ ના સથવારે : 111137656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now