#moralstories
અકસ્માત...
સૂરજ અને કિરણ બાળપણથી જ ગાઢ મિત્ર હતા. પરિવારના સદસ્યો પણ એકબીજાને જાણતા હોવાથી એમને પણ બન્નેની મિત્રતાથી કોઈ જ તકલીફ ન હતી. સમય જતા મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થઈ ગઈ હતી.
આજ એમની કોલેજનો છેલ્લો દિવસ હતો. અભ્યાસ પૂરો થયો અને સૂરજને એક બહુ સરસ જોબની ઓફર આવી, સૂરજ આજ બહુ જ ખુશ હતો તેણે એ જોબ સ્વીકારી લીધી હતી. આ ખુશી સમાચાર પહેલા સૂરજએ એમના માતા પિતાને આપ્યા હતા. સૂરજની વાત સાંભળીને માતાપિતા બન્ને ખુબ ખુશ થયા હતા.
સૂરજને હવે કિરણને પોતાની જોબ ની વાત અને સૂરજના મનમાં રહેલ કિરણ માટેના અઢળક પ્રેમની રજૂઆત કરવાનો આ ઉત્તમ સમય લાગ્યો, તેણે કિરણને પોતાના મન ની લાગણી જણાવી, કિરણએ પણ કહ્યું કે,"હું પણ તને ખુબ પ્રેમ કરું છું." બન્નેનો પ્રેમ સાચો હતો આથી ઘરેથી પણ લગ્નની મંજૂરી મળી ગઈ, આજનો દિવસ બન્નેના જીવનનો ખાસ દિવસ બની ગયો. સાંજે બધાને કિરણના ઘરે ડિનર માટે ભેગા થવાનું હતું. સૂરજ કિરણને ૧૦ મિનિટમાં આવું એવું કહી બહાર ગયો હતો. સૂરજ કિરણમાટે ગિફ્ટ લેવા ગયો હતો. આજ કિરણથી સૂરજની રાહ જોવાતી ન હતી, આથી તેણે સૂરજને કોલ કર્યો કે, મારી જાન હજુ કેટલી વાર છે? આવું જ છું બાઈક ડ્રાઇવ કરું છું એમ સૂરજે જવાબ આપ્યો, સૂરજનું ધ્યાન કિરણની વાત માં હતું આથી સિગ્નલ બંધ થયું એમાં સૂરજને ધ્યાન નહીં અને સૂરજનો જબરજસ્ત અકસ્માતે ભોગ લીધો. કિરણે તેની છેલ્લી ચીસ સૂરજના મુખેથી સાંભળી અને એ કિરણના ધડકન ને પણ અટકાવી ગઈ. કિરણ ના શબ્દ "મારી જાન" સાચા પડ્યા. પળભરમાં બન્ને પરિવારની ખુશી માતમમાં ફેરવાય ગઈ. બન્ને પરિવાર સંતાન વિહોણા થવાથી સૌ દુઃખમાં સપડાઈ ગયા.
moral : કોઈ પણ વાહન ચલાવતા હોઈએ ત્યારે મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ છે એનું પાલન ન કરવાથી આવું ભયકંર પરિણામ આવી શકે છે. વળી, રસ્તાના નિયમનું પાલન પણ કરવું જરૂરી છે.

-ફાલ્ગુની "દોસ્ત"

Gujarati Story by Falguni Dost : 111132491
Falguni Dost 5 years ago

Thanks to all for your like n comments..

5 years ago

Very nice, keep it up!

Dr. Pruthvi Gohel 5 years ago

સરસ પ્રયાસ છે

ધબકાર... 5 years ago

એક્દમ સાચી વાત છે... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now