બેટા, સ્વાતિ  આ શુ કરે છે, આ..જો કપડા ની દોરી તુટી ગઇ, આમ ખડકલા ના કરાય ભીના કપડાના, લે હાલ હવે ઉપાડ કપડા  હુ દોરી ફીટ બાંધી દઉ.  મીનાબેન ગુસ્સામાં  બોલ્યા, અને દોરી બાંધતા બબડતા ગયા એક તો કામવાળી  નથી આવી,ને તુ કામ વધારે છે મારુ, હાલ હવે સુકવી દે કપડા ધીરે ધીરે એક પછી એક જો...આમ કપડા સુકવવાનું  ડેમો આપી ને મીનાબેન રસોડામાં  ગયા સ્વાતિ  વીચારતી રહી કે આમા...એવુ તે શુ થયુ કે મમ્મી  આટલા ગુસ્સે થયા એક તો માંડ આજે  રજા હતી.. હં..આખો મુડ ખરાબ કરી નાખ્યો બાલદી ને ઢસડી ને જતી હતી ત્યા મીનાબેન પાછા તાડુક્યા આ..ખાલી બાલદી નુ વજન લાગે છે,  ક્રેક પડી જાશે ઉપાડી ને લઇ  જા હળવીફુલ  તો છે..સ્વાતિ  વીચારી રહી નક્કી  કાઇક તો થયુ છે કે મમ્મી  આટલા ગુસ્સામાં  છે બાલદી બાથરૂમમાં  મુકી ને સોફા પર બેસવા ગઇ  ત્યા વળી પાછા મીનાબેન તાડુક્યા આજે ઘરમાં  છેતો રસોડામાં  આવી રોટલી કરો ,આજે મમ્મીને  આરામ  આપો બોલી ને મીનાબહેન  બેડરૂમમાં  ગયા ને રડી પડ્યા,  કેમ ગુસ્સો  કરુ છુ ,વિચારતા ઉંઘ આવી ગઇ સ્વાતિ  એ રોટલી કરી ને  પ્લેટફોર્મ  સાફ કરી  નાખ્યુ રખે ને મમ્મી  પાછા ખીજાય તો.... હાથ લૂછતાં  મમ્મી ને ઘસઘસાટ ઉંઘતા જોઇ નાના મોટા કામ પતાવીને  છાપુ લઇ  ને બેસી ત્યા એની નજર " સ્ત્રી ના મેનોપોઝ" નો લેખ  પર દ્રષ્ટિ  પડી ને વાંચવા લાગી વાંચતાં  એને ખ્યાલ આવ્યો કે મમ્મી  મેનોપોઝ  ના સમય માં  થી પસાર થાય છે, એટલે ગુસ્સો ,અકળામણ, રડવુ ,ડીપ્રેશન  આ બધી સ્થિતિ  માં  થી પસાર થવુ પડે છે, આ પરિસ્થિતિ  માં  એને ઘરના  નો સાથ ને સહકાર ની બહુ જરુર પડે છે, અને ન મળતા ડીપ્રેશન માં સરી પડે છે,,વાંચી ને સ્વાતિ   રડી પડે છે ,અન મમ્મી  ને કેમ ખુશ રાખવા, અને એમનો ગુસ્સો  સ્વીકારી  લેવો, સ્વાતિ  એ પપ્પાને  જણાવી અને મમ્મી  ની પરિસ્થિતિ  સમજાવી પપ્પા દીપકભાઇ બોલ્યા કેમ મમ્મી  આટલો ગુસ્સો  કરે છે, હવે સમજાયુ બેટા આપણે બેઉ મળી તારી મમ્મીને  હેમખેમ બહાર કાઢીશુ. 

  કલાક  પછી મીનાબેન  ઉઠ્યા બેડરુમ ની બહાર આવી જોયુ તો બેઠકખંડ એકદમ સાફ , રસોડુ ચકચકાટ જોઇ સ્વાતિ  ને કહ્યુ આ બધુ કામ કોણે કર્યુ બેટા, સ્વાતિ  બોલી મે કર્યુ, ને કાલ સવારે મારે સાસરે જવાનું  છે ,ઘરના  કામ બધા શીખવા પડશે ને, મીનાબેન હસી પડ્યા અરે વાહ ચાલ જમી લઇએ ,

 સ્વાતિ  બોલી મમ્મી સાંભળ, જમી ને આપણે  મુવી જોવા જઇશું,  "ચાલ જીવી લઇએ" મીનાબેન બોલ્યા સ્વાતિ, ગુજરાતી પીક્ચર  ને બોરીંગ કહેનારી....વચ્ચે થી સ્વાતિ  બોલી ,અરે આજે હુ ખુશ છુ તમારી પર.. રસોડા નું  કામ પણ ફટાફટ પતાવી દઉ છુ ,તમે મસ્ત હેમામાલિની  જેવા તૈયાર થાવ ,મીનાબેન  સ્વાતિ  તૈયાર થઇ  બેઉ થીએટર  પહોચ્યા  દરવાજે દીપકભાઇ ને જોઇ મીનાબેન  ની ખુશી માં  બમણો વધારો થયો અરે..આ બાપ દીકરી નો પ્લાન હતો એમ....આમ દર મહીને હેરાન કરનારો મેનોપોઝ નો સમય વીતવા લાગ્યો, કોઇકવાર  મમ્મીને  કાંઇક  વીચારતા જોઇ ને સ્વાતિ  જોબ પર ન જતી, અને ફરવાનો પ્રોગ્રામ  કરી ને મા દીકરી નીકળી  પડતા, કોઇકવાર  દીપકભાઇ  મીનાબેન  ને અઠવાડીયું  બહારગામ લઇ  જતા, મીનાબેન   હવે થોડા મન થી ફ્રી થયા સ્વાતિ ને કહેતા હુ ગુસ્સો કરુ તો મનમાં નહી લેતી, સ્વાતિ બોલી મેનોપોઝ મા આવુ થાય મીનાબેન બોલ્યા મારી બહેનપણી કહેતી હતી સ્વાતિ એ છાપુ મમ્મીને આપ્યુ......

Gujarati Motivational by Kiran arun goradia : 111126362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now