ક્યારેય જીવનમાં એવું લાગ્યું છે કે બસ હવે અસહ્ય થઈ રહ્યુ છે! બસ હવે દુઃખ સહન કરવાની હદ આવી ગઇ! કે પછી સફળતા ટોચ પર પહોંચવાને એક કદમ જ દૂર હોવ ને અચાનક સાવ નીચે પડી ગયા હોય! ક્યારેય સાવ એકલા કે નિરાધાર મહેસુસ કર્યું છે! inshort ક્યારેય પોતાને બહુ ગમ માં કે દુઃખ માં જોઈ છે?

જવાબ શુ છે તમારો! હા.. થયું છે ભુતકાળમાં..

ને અત્યારે વર્તમાન માં? અત્યારે હવે બધું ઓકે છે.

દરેક સમસ્યા એક એક્સપાઈરી ડેટ લઈને જ આવે. ત્યાં સુધી પ્રતિકાર કરતા રહો. ઉપરવાળો બધાનો છે જ. પડવા દેશે, વાગવા દેશે પણ એકલા નહિ મુકે. દરેક પરિસ્થિતિમાં એના પરની અતૂટ શ્રદ્ધા જ તમને જીતાડશે. આખો દિવસ ભજન કીર્તન ન કરી શકાય પણ દિલના એક ખૂણા માં પોતાના ઈશ્વરને બેસાડી નિઃસ્વાર્થ ભાવે કર્મ તો કરી જ શકાય ને! આ યુગ માં તમારું કામ એજ તમારી પૂજા છે. સતકર્મ કરી પ્રભુની સમીપ જઈએ.

Gujarati Quotes by Ravina : 111116166
Ravina 5 years ago

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧' વાંચો https://www.matrubharti.com/book/19865913/prem-ni-pele-paar-11

Bhavesh 5 years ago

khub saras vat, karm ej પૂજા

Ssndeep 5 years ago

કમલૅશભાઈ , આ તૉ ખૉદ્યૉ ડુંગર નિકળયૉ ઉંદર જૅવુ થયુ @રવિના

Kamlesh 5 years ago

એ જ તો કરી રહ્યો છું....

Ravina 5 years ago

હાલો તો કરો.. કોની રાહ જોવી છે!

Kamlesh 5 years ago

જે હંમેશાથી કરતો આવ્યો છું એજ....

Ravina 5 years ago

તો તમે શું કરી શકો એમ છો એ કો..

Kamlesh 5 years ago

હા, ઢાઢસ આપવા પૂરતું સારું લાગે ને આ વાક્ય....? "જો હોતા હૈ વો અચ્છે કે લીયે હોતા હૈ "....પેલું "અચ્છે દિન આયેંગે"... હા હા હા

Ravina 5 years ago

પરિવાર તો બધા થકી બને ને! સબંધ માં એક વ્યક્તિ થી કઈ ના થાય.. કાયમ બધા ને પકડી પકડી ને પરિવાર ના બનાવી શકાય ને.. જો હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ...

Kamlesh 5 years ago

હવે આની ઉપર શું ફેંસલો કરશું...? કહો...?

Kamlesh 5 years ago

રવિનાજી... પરિવાર વેરાઇ ગયો...

Ravina 5 years ago

હવે બહુ થયું હો.. શબ્દો ની રમત.. સીધું સીધું કો શુ તકલીફ છે ને તમે શું વિચારી રહ્યા છો! બોલો હાલો.. આજ ની રાત.. ફેસલા ની રાત

Kamlesh 5 years ago

ગહેરી સોચ સે અંજામ પક્કે હોતે હૈ યારા....

Ssndeep 5 years ago

जयादा मत सोचो , सोच गहेरी हो जाय तो फेसले कमजोर हो जाते हे ...!!!

Ssndeep 5 years ago

जयादा मत सोचो , सोच गहेरी हो जाय तो फेसले कमजोर हो जाते हे ...!!!

Kamlesh 5 years ago

હા હા હા... અને આજે તો આમેય રજા રાખવાનો વિચાર છે... જુઓ વિચારી પણ લીધું... હા હા હા

Ravina 5 years ago

વિચારો વિચારો... સમયની કોઈ કમી નથી...હાહા

Kamlesh 5 years ago

વિચારવા જેવું હો... આ તો...

Ravina 5 years ago

અરે નિશ્ચય અડગ હોય તો ભલભલી ફોલાદની દીવાલ માં પણ તૂટી જાય.. અમને તમારા પર આટલો ભરોસો છે... તો તમને તમારા પર કેટલો હશે!

Kamlesh 5 years ago

સાવ સાચું....ધન્ય છે આ જીવ ની સફર કે જેમાં છે સાથે આપ સૌ જેવા હમસફર...

Ssndeep 5 years ago

કમલૅશભાઈ , હા એ પ્રયાસ જ હતૉ વયથા થી કથા તરફ નૉ , तमसो मा ज्योतिर्गमन .. ઈમીટૅશન પણ તૅનૉ જ એક ભાગ લાઈક એક ચહૅરૅ પૅ કઈ ચહૅરા લગા લૅતૅ હૅ લૉગ , બધુ જ નકલી છતા છતા કીંમતી , યૅ જીવન હૅ યહી જીવન હૅ ઓર યહી દસ્તુર ...

Kamlesh 5 years ago

વાત પીછેહઠની નથી રવિનાજી... આગળની રાહ જ ના દેખાય ત્યારે શું કરવાનું??? લાઇક ડેડ એન્ડ... પર આગળ કેમ વધું..? શું ફરી યુ ટર્ન લઇ રાહ બદલવી હિતાવહ ખરી... કે પછી સામે વાળી દિવાલ તોડી રાહ બનાવવી યોગ્ય રહેશે..?

Kamlesh 5 years ago

હા હા હા...ઘી,કેળા અને કેર?... પ્રયાસ સારો હતો...દિશાભંગ કરી વ્યથા તરફથી ધ્યાન ભટકાવવાનો... પણ આ રહ્યો અલગારી જીવ આ બધાંથી પરે.... કાશ કે આવું ય કરી શકતો હોત... અને હા,ઇમીટેશનનું વિચાર્યા જેવું હો...શું મનનું ઇમીટેશન બનાવી લઇશું આપણે...???

Ssndeep 5 years ago

રવિના , એકાદ પૉટલૅ કામ નૈ બનૅ આજ થૉડુક યોગદાન હુ પણ આપીશ , આમપણ મૅ ઘણી ધીરજ ભૅગી કરી રાખી છૅ બાકી કમલૅશભાઈ , ડટૅ રહૉ .... यह महान द्रष्य हे , चल रहा मनुष्य हे , अश्रुस्पऺद रक्त से लथपथ लथपथ , अग्निपथ अग्निपथ ....

Ravina 5 years ago

બિલકુલ નહિ... આવાનું એમને કેવાનું જ નથી.. હાથમાં લીધેલું કામ મુકવાનું નથી.. આ જે તમારી પરિસ્થિતિ છે એ ક્ષનિક છે... એનું ફળ આજીવન છે... ધીરજ ઓછી પડે તો કેજો હું અહીંથી પોટલાં બાંધી ને મોકલાવીશ...

Ravina 5 years ago

મેં ઘણા ને અમુક સમય પછી આમ જ વિચારતા જોયા છે.. તમે મને પહેલા નથી મળ્યા... મને નવાઈ જરાય નથી લાગી રહી.. બસ મને એક સવાલ થાય છે કે જેને પોતાના જીવનનો ઉદેશ ખબર હોય એ પીછેહટ કરે ખરો! જ્યારે સ્વયંમ જ કરી શકીએ એમ હોઈએ એને ભાઈ ની આશા શુ રાખવી!

Ssndeep 5 years ago

કમલૅશભાઈ બસ બવ થયુ આ અબ લૌટ ચલૅ , ઘર આજા પરદૅસી આ શિવૉહમ શિવૉહમ બવ થયુ , ખરૅખર શિવ એક પ્રતિક છૅ બાકી દરૅક જીવ એક શિવ છૅ એ સમજવાનુ છૅ એટલૅ એ અલગારી અવઘુત શિવ કરતા દરૅક જીવમા , આ સમાજ મા , આ લૉકૉ મા ભળી જાવ એ જ શિવ છૅ ... આવી જાવ અહી એક ઈમીટૅશન નુ કારખાનુ કરશુ ધૉધમાર ધંધૉ કરશૂ રૉજ ઘી કૅળા અનૅ કૅરી ખાશુ પછી જુઓ કૅવી મજજાની લાઈફ છૅ .... બસ આ અબ લૌટ ચલૅ

Kamlesh 5 years ago

હા રવિનાજી... કર્મ જ તો હતું જે અત્યાર સુધી દોળાવી રહ્યું હતું.... હવે તો સ્થિરતા આપવી યોગ્ય નહીં રહે??? અને જે બાકી છે એ ક્યાં કોઇ વિના અટક્યું છે... આપણે તો બસ નિમિત્ત માત્ર છિયે ને....? હું નહીં તો મારો ભાઇ બીજો...

Kamlesh 5 years ago

ખરેખર ભાઇ... જેટલો શિવમાં ભળતો જઇ રહ્યો છું એટલા જ ભળતાં અનુભવોનું ભાથું બંધાતું જઇ રહ્યું છે...શિવ કહે શાંત થા પણ અશાંત કરનાર કોણ? એ જ ને? જો આ કસોટીનો સમય છે તો હું ઉત્તિર્ણ થઇ ગયો... અને જો આ આગમ છે તો મારે માટે મોક્ષ પણ પિડાદાયક બની જશે...

Ssndeep 5 years ago

એ તમારૉ સ્મ્રુતિભ્રમ નહી ચિતબ્ભ્રમ છૅ , તમૅ સ્થળકાળ મા શાંતી શૉધૉ છૉ , ખરી શાંતી આપણી અંદર જ રહૅલી હૉય છૅ , ચિતમા , મનમાં , ઝહૅનમાં ... જૉ મન શાંત હૉય તૉ પુરી કાયનાત મા ભલૅ દુંદુભી નાદ થતૉ , ભલૅનૅ ઢૉલત્રાસા વાગતા , અરૅ ભલૅનૅ કૉલાહલ થતૉ મન શાંત તૉ સત ચિત આનંદ જ છૅ જીવનમાં બસ શાંતી ની ખૉજ અંતર થી કરીએ ....

Kamlesh 5 years ago

અનંત ગતી નો પણ અંત નિશ્ચય છે સંદિપભાઇ...ફક્ત શિવ જ આદીઅનાદી છે...કાશ કે હું ગોટે ચઢી ગયો હોત અને આ બધું પડતું મેલીને બધાંની જેમ જ સમય વિતાવી ગયો હોત... પણ શું થાય આ કચ્છના પાણીને પાતાળ સોંસરવા ઉતરવાની જાણે આદત સી પડી જ ગઇ છે... અને પરીણામે રહી ગયું એકલું કોરું ભેંકાર... રેતાળ રહસ્યો ભર્યું રેગિસ્તાન...

Kamlesh 5 years ago

કાશ કે આ મારો સ્મૃતિભ્રમ હોય... પણ નથી એનું શું??

Kamlesh 5 years ago

હા હા હા... એ જ તો વિડંબના છે મિત્ર... ના કહી શકાય... ના રહી શકાય... કે ના સહી શકાય... રાતના ૨ વાગી રહ્યા છે.... તોય કેટલો કોલાહલ સંભળાઇ રહ્યો છે જુઓને... હવે કોને સમજાવવું કે ગાઢ રાત્રીમાં સુનકાર પણ બરાડે છે... કોણ સમજશે કે માનશે???... બધાં તો એમ જ કહેશે ને કે ટાંકણી પડે તોય અવાજ આવે એવી શાંતી હોય છે આ સમયે તો.... પણ સમય તો એ જ છે ને તો તમારી આસપાસ અત્યારે એવી ચિર શાંતી છે ખરી...?કહો તો?

Ssndeep 5 years ago

ઈ જ તૉ રવિના જી , કમલૅશભાઈ નૅ કૉઈ ખીલૅ બાંધૉ હવૅ , હુ પણ થૉડીવાર અંતરીક્ષ ની સફરૅ જતૉ રહૅલૉ , માંડમાંડ ધરતીગમન થયુ હવૅ સારુ લાગૅ છૅ મનૅ ... ?

Ravina 5 years ago

અત્યારે તો મને હું કોક બીજી નહિ પણ ત્રીજી કે ચોથી દુનિયામાં આવી ગઈ હોય એવું લાગે છે. અતિની ગતિ નહિ મને એટલું સમજાય છે. કમલેશ ભાઈ જે કાર્ય માટે આપણે જન્મ લીધો હોય એ પતે નહિ ત્યાં સુધી આપણ ને ભગવાન પણ ન બોલાવે.. તમારે તો ઘણા કામ હજુ બાકી છે..

Ssndeep 5 years ago

ખરૅખર તમૅ કૈક ગૉટૅ ચડી ચડી ગયા છૉ અથવા કૉઈ ભળતી જ દુનીયા નૉ રીપૉર્ટ મળી ગયૉ હશૅ , જીવ અનૅ જીવની ગતી અનંત છૅ તૅનૉ પાર આમજ કૅમ પામી શકાય ?? , અનંત ગતી નૅ વળી અંતીમ ચરણ શાનુ ?? અનૅ આવનારૉ સમય કષ્ટદાયક નહી પણ હુફાળૉ , સુહાનૉ ગૉલડન ગૉલડન કૅમ નહી ??? મહાદેવ જૉ નિલકંઠ છૅ તૉ તૅનૅ પિડા સ્પર્ષી પણ ન શકૅ અલખધણી નૅ પિડા ન થાય બાપ ન થાય ....

Kamlesh 5 years ago

ખરેખર સંદિપભાઇ... જીવ તો યુગો યુગોથી આમજ અવતરીત થતો રહ્યો છે આ સૃષ્ટિમાં...પણ આ અંતિમ ચરણ અસહ્ય કષ્ટદાયક છે... કારણ કે આવી રહેલા સમયમાં જે ઘટિત થવાનું છે એ તો ખુદ મહાદેવ માટે પણ પિડાદાયક બની રહેશે...ભલે ને એ અમ કહેતા હોય કે હું સંહારક દેવ છું... તોય...

Ssndeep 5 years ago

કમલૅશભાઈ , ભુલ ભુલ મા તમૅ આ દુનીયા માં આવી ગયા છૉ એવુ ફીલ થાય છૅ નૅ ..?? ... આપની લાગણી જૉઈ મનૅપણ એમ જ થાય છૅ આ દુનીયા ના તૉ નથી જ આપ ...!!!!

Kamlesh 5 years ago

એ સમય યુગ પરિવર્તનનો હતો... અને આ સમય યુગાંતનો છે... સહદેવને આવનાર સમય તેજોમય ભાસતો હતો... એટલે એ પીડાને પચાવી ગયા... જ્યારે મને તો સઘળું અંધકારમય ભાસે છે... અને હું સહદેવ પણ નથી ને... એક તુચ્છ જીવ આટલું જીરવવા અક્ષમ છે...

Ravina 5 years ago

આભાર મયુર જી

Ravina 5 years ago

હાહા... ના થાય.. સહદેવ ને બધું આપી ને ક્યાં કઈ આપ્યું હતુ! એને તો આપતા પણ આવડે ને લેતા પણ આવડે..

MAYUr 5 years ago

મસ્ત લખ્યું છે

Kamlesh 5 years ago

કદાચ...ઇશની જ એ ઇશ હોય... કહે છે ને કે સારા હોય એને ટાણે બોલાવી લે છે.... હા હા હા... આખરે તો આપણેય એના જ અંશ ને.... તો એનેય જરૂર હોય કદાચ... કે પછી એને ચિંતા એ વાતની હોય કે,"આ તો સઘળું કળી ગયો,હવે આને ત્યાં ના રખાય નહિતર રહસ્યો છતાં કરી નાખશે તો"..... સોચો સોચો રવિનાજી.... આવુંય બને ક્યારેક હો... ના બને?

Ravina 5 years ago

આભાર કમલેશભાઈ.. કર્મ કરવાના સમયે સમાધી લો તો પ્રભુ ને ના ગમે હો... હજુ તો તમારે ઘણાય કામ બાકી છે

Kamlesh 5 years ago

હવે મારે સદાકાળ સમાધી લેવી હોય તો ચાલે એમને...?

Kamlesh 5 years ago

સત્ય વચન રવિનાજી....ખુબ સરસ...

Ravina 5 years ago

આભાર કેતન, સંદીપજી

Ketan 5 years ago

વાહહ...દાદી વાહહ

Ravina 5 years ago

આભાર અમિતા દી

Amita Patel 5 years ago

khub saras vaat kahi...

Ravina 5 years ago

આભાર આતેકા..

aateka Valiulla 5 years ago

Right...darek samsya expiry date sathe j aawe che ..a vat gami

Ravina 5 years ago

thanks dear...

Jenice Turner 5 years ago

Wow nice thought i was feeling really lonely this morning after this feeling better ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now