અધૂરી પ્રીતની વાત જ નિરાળી છે,
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

તારા વિરહની વેદના એણે જગથી પણ સંતાડી છે,
સ્નેહાળ સ્મિત મુખ ધરી એણે આખી દુનિયાને ભરમાવી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

સઘળી આ વસૂધા તરસે જેનો પ્રેમ પામવા,
એજ કાનો તુજ પ્રેમ કાજે તરસે એ વાત કયા અજાણી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

ખુદ જગતનો નાથ થઈ અવતાર ધર્યો જેણે તારે કાજે,
વળી પ્રેમની મૂર્તિ તરીકે હે રાધે... કૃષ્ણે તને જ બિરદાવી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

પ્રેમની વ્યથા પ્રેમ જ સમજે જગ ને કયા એ સૂઝ આણી છે
એટલે જ તો રાધાકૃષ્ણ સરખી બીજી કયા કોઈ પ્રેમ કહાની છે...
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

~ રૂપલ સોલંકી

Gujarati Religious by Rupal Solanki : 111115179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now