દિકરો મારો લાડકવાયો
મારા પીયુનો એ પડછાયો.

ઘરમાં નાનો સહુને વ્હાલો,
કહેતો હરદમ હું ડાહ્યો હું ડાહ્યો
દિકરો મારો લાડકવાયો...

ધાર્યું એ કરાવે એના રુદનના જોરે,
સૌના મન મહેકાવે એના હાસ્યના શોર
દિકરો મારો લાડકવાયો...

એની કાલીઘેલી ભાષા મનને હરી લે,
એના ઉંચા પ્રશ્નોની વણઝાર સહુને વિખેરી દે
દિકરો મારો લાડકવાયો...

મુખડું એનુ મોહન જેવુ લાગે વ્હાલુ વ્હાલુ,
સૌના ચિત્તડા ચોરે એવુ બોલે કાલુ કાલુ...
દિકરો મારો લાડકવાયો...
મારા પીયુનો એ પડછાયો.

~રૂપલ સોલંકી

 

Gujarati Blog by Rupal Solanki : 111115178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now