સાદ કરે છે ધરતી પોકાર કરે છે
ઘડીક આવ મારી ભાગોળે
ધરતી સાદ કરે છે...

શૈશવના સ્મરણોથી તુજને ફરી ભરી દઉ
ઉડતી ધૂળની ડમરીઓ તુજને યાદ કરે છે...!
સાદ કરે છે ધરતી પોકાર કરે છે...

આયખુ તારુ ઘટે ભલે ને ઉંમર વધે છે
માતૃભૂમિનો ખોળો સૌને વ્હાલ ધરે છે...!
સાદ કરે છે ધરતી પોકાર કરે છે...

મુજ ખ્યાતિની વાતો દુનિયાભરમાં કરતો
મહેનત કરતો "દિ" ને રાત તોયે સંતોષ મળે છે...?
સાદ કરે છે ધરતી પોકાર કરે છે...

આંબાના મૉરો ની સોડમ જોતી વાટો
કોયલ ની કૂ કૂ તને ફરિયાદ કરે છે...!
સાદ કરે છે ધરતી પોકાર કરે છે...

સુખને શોધવા ભટકે છે શહેરોમાં
દુઃખના દહાડા બાળપણના હવે યાદ તને છે...?
સાદ કરે છે ધરતી પોકાર કરે છે

ઘડીક આવ મારી ભાગોળે ધરતી સાદ કરે છે....

~ રૂપલ સોલંકી

Gujarati Blog by Rupal Solanki : 111114961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now