મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.
?️??️??️??️??️??️??️??️

English Blog by MOHINI CHHASATIYA : 111110999
Vinod Patel 5 years ago

✍ *જીવનમાં દોસ્તી અને પ્રેમ જેને કરો તેને એટલો પ્રેમ કરજો કે* ? *તે તકલીફ મા હોય ત્યારે તે ભગવાનની પેહલા તમને યાદ કરે ....!!!!!* ?? *શુભ સવાર* ??

Rohit 5 years ago

ye dilo ki bat hai jo sirf dil vale hi jante hai ❤️❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now