શિવ

શિવશંકર ભોળાનાથ ,પ્રભુ! તું દર્શન અમને દેજે રે
દયાસાગર દિનાનાથ પ્રભુ! તું દર્શન અમને દેજે રે.

શિવ કષ્ટહારી, શિવ જટાધારી
મસ્તકે  વહે ગંગાવારિ,
પાર્વતીપતિ,શિવરાય પ્રભુ! તું દર્શન  અમને  દેજે રે.

કંઠે વિષ ધર્યું જન જન કાજે
સંભાળે વિશ્વને ભવ વાટે,
ત્રિલોચન, તારણહાર પ્રભુ! તું દર્શન અમને દેજે રે.

જે આરાધે તને ધ્યાન ધરી
અજવાળે અંતર જ્ઞાન ભરી,
ડમરું,ત્રિશૂલ ધરનાર પ્રભુ!તું દર્શન  અમને દેજે રે.

પટેલ પદમાક્ષી
વલસાડ

Gujarati Song by Padmaxi : 111103884
Padmaxi 5 years ago

બેના જય ભોલેનાથ

Padmaxi 5 years ago

આભાર કમલેશ..મહાદેવ હર

Kamlesh 5 years ago

ખુબ સરસ રચના પદ્માક્ષી... હર હર મહાદેવ...

jagruti rathod 5 years ago

હર હર મહાદેવ બેના?

Padmaxi 5 years ago

હર હર મહાદેવ મિલન

Padmaxi 5 years ago

જય ભોલે શેફૂ

Padmaxi 5 years ago

જય શિવશંકર રોહિતભાઈ

Milan 5 years ago

જય ભોલેનાથ....

ધબકાર... 5 years ago

हर हर महादेव... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now