####માતૃભૂમિના રક્ષક###

જ્યારે પણ આવે છે સંકટ આ દેશ પર,
ત્યારે -ત્યારે તું જીવની પરવા કર્યા વગર રહે છે તું અડગ.          માટે જ જીવી શકીએ છીએ અમે,
દેશમાં અમન અને શાંતિથી.!!!         
રહેશું સદાય તારા ઋણી અમે,કેમ કે તુજ છે અમારો રક્ષક !!  ગર્વ છે ઓ માતૃભૂમિના રક્ષક તારા પર,
કેમ કે તેજ ક્યારેય દયા કરી નથી તારા પર!!!!                        જ્યારે-જ્યારે આવે આંચ માતૃભૂમિ પર ,
ત્યારે-ત્યારે તું ત્રાંટક્યો છે દુશ્મનો પર એક વાઘની માફક!!!      દુશ્મનો પણ હવે નજર નથી કરી શકતા દેશની સરહદ પર,      કેમ કે તું ઊભો છે રાત-દિવસ સીમા પર પ્રહરીની જેમ!!!    લોહી ઉકળી ઉઠે છે જ્યારે ,સાંભળું છું તમારી શહીદી!!!       ભારત દેશ સદાય તારો ઋણી રહેશે તારા આ બલિદાનથી ,    કેમ કે તું જ સહી શકે આ ઋતુ  અને દુશ્મનોનો પ્રહાર!!     
તું પહેરેદાર ના હોય તો કોણ જાણે શું થાય આ દેશનું ,            તું જાય છે સીમા પર ,ત્યારે જ બાંધી દે છે માથા પર કફન મોતનું!!!
ગર્વ રહેશે સદાય તારા પર ઓ ! રખવાળા ,                          કેમ કે તેં જ શિંચન કર્યું છે લોહીથી આ માતૃભૂમિનું,              નહી તો કોણ જાણે કેટલા ભાગ હોય આ માતૃભૂમિના !!!!

-- mahender

Gujarati Blog by mahendrakumar : 111101075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now