જ્યારે પણ નિરાશ થાવ, આત્મવિશ્વાસ નબળો પડે ત્યારે આં પંક્તિઓ વાગોળ્યા કરજો. જરૂર તમારામાં નવો જોમ પેદા કરી દેશે.
*#પ્રારબ્ધને_અહીંયાં_ગાંઠે_કોણ_ ?*

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
?નરેન્દ્ર મોદી સાહેબ?

English Good Morning by Yashpalsinh chudasama : 111095450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now