"સંત, સરિતા અને પુસ્તક ચલતા ભલા."

સંત એક જગ્યાએ આસન જમાવી બેઠા રહે તો એના જ્ઞાનનો લાભ ફક્ત આસપાસના પ્રાંતને જ મળે છે. પરંતું એ સંત જો સતત ચાલતા રહે તો રસ્તામાં આવતા દરેક લોકોને એના જ્ઞાનનો લાભ મળે. એમજ સરિતા સતત વહેતી રહે તો દૂર-દૂર સુધી એના જળથી ધરા અને લોકોની તૃષ્ણા છીપાવી શકે.

મિત્રો તમે જોતા હશો. fb પર ઘણા મિત્રો પોતાનો વાંચન શોખ આપણી સાથે શેર કરે છે. કોઈને કોએ ગિફ્ટમાં બુક આપી હોય, કોએ બુક ખરીદી હોય, તો કોઈ પોતાના ઘરને જ લાઈબેરી બનાવી દીધી હોય છે. એ બધા પોસ્ટ કરી આપણી સાથે શેર કરે છે. મિત્રોની પોસ્ટ વાંચતી ત્યારે મને પણ થતું આવી કોઇ પોસ્ટ હું પણ મારા fbના મિત્રો સાથે શેર કરું ! પણ અફસોસ કે હું આવી પોસ્ટ ક્યારેય તેની સાથે શેર ના કરી શકી.
મારો વાંચનનો શોખ અને મારા ફેવરિટ લેખકો વિષે ઘણા મિત્રોને કહી ચુકી છું. એની બુકો ખરીદુ છું. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, ઝવેરીચંદ મેઘાણી, કનુભગદેવ, ગૌતમ શર્મા, પ્રવિણ પીઠડીયા, આશુ પટેલ અને નિયતી કાપડિયા. એક સીવાય બધા લેખકોની બુકો મેં ખરીદીને વાંચી છે. (નિયતી કાપડિયાની બુકની હું રાહ જોઉ છું.)મને ખુબ ગમેલી બુક હમેશા બે કોપી ખરીદું છું. હું જે બુક લાવું છું એને એકવાર વાંચું પસંદ આવી હોય તો બીજીવાર વાંચી નાખું, પછી મારા ફ્રેન્ડમાં જેને બુક વાંચવાનો શોખ હોય એને વાંચવા આપું અને કહું કોઈને વાંચવી હોય તો એની સાથે શેર કરવી. આ રીતે જે બુક ઘરની બાહર જાય છે એ પાછી નથી આવતી. હા.. કયારેક કોઈ બુક પાછી આવે છે પણ લાંબો સમય ઘરમાં રહેતી નથી.
હું ક્યારેય બુક પાછી નથી માંગતી પણ એ ખાતરી જરૂર કરતી રહું છું કે મારી આપેલી બુક કોઈ એક જગ્યાએ, કોઈ અલમારીમાં કેદ તો નથી થઈને. પણ આવી જાણકારી રાખવી થોડી મુશ્કિલ હોય છે. મને એક ચિંતા સતત સતાવતી કે ક્યાંક મેં શેર કરેલી બુક કોઈની અલમારીની શોભા ના વધારતી હોય તો સારું..! પણ મારા એક સ્કૂલ ફ્રેન્ડ જે હાલમાં મુંબઇ રહે છે એનો કોલ આવ્યો ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે મેં જે સ્ટાર્ટ કર્યું હતું એ ઘણું ખરું સ્ક્સેસ થઈ રહ્યું છે.
છ મહિના પહેલા મેં "આશકા માંડલ" રાજકોટમાં જ એક મિત્રને વાંચવા આપી હતી એ બુક ઘણા શહેરોનો પ્રવાસ કરી અત્યારે મુંબઈમાં મારા મિત્ર પાસે છે. મેં આવી કલ્પના પણ નહોતી કરી કે મેં શેર કરેલી બુક હેન્ડ ટુ હેન્ડ રાજકોટ, ભવનગર, અમદાવાદથી મુંબઈ સુધી પહોંચશે.!
મિત્રો મારુ એવું માનવું છે કે કરોડોની કિંમતનું પુસ્તક હોય અને એ અલમારીમાં કેદ રહે તો એની કિંમત ફુટીકોડીની પણ નથી રહેતી. પુસ્તકથી આપણને જ્ઞાન મળે છે અને જ્ઞાન શેર કરતું રહેવું જોઈએ. ઘરને લાઈબેરી બનાવી દુનિયાને બતાવાને બદલે એ બુકો મિત્રો, સગાસંબંધી સાથે શેર કરવી જોઈએ.
પુસ્તકોને કેદ ના કરશો. નિર્જીવ દેખાતા પુસ્તકમાં પણ પ્રાણ હોય છે. વિશ્વાસ ના આવતો હોયતો એકવાર એને અલમારીમાથી બહાર તો કાઢો.! આંગળીના ટેરવેથી એક પનું તો પલટાવી જુવો. તમને એક ધબકતા હૃદયની ધડકન સંભળાશે. બે આંખો રડતી દેખાશે. મુખથી મુક્ત પણે હાસ્ય રેલાશે. કોઈ કોમળ સ્પર્શનો અનુભ કરાવશે. દિમાગ કલ્પના કરતું હોય એવું લાગશે. આવા પુસ્તકને શામાટે કેદ રાખો છો..? એને આઝાદ કરો નવા દોસ્ત બનાવા દ્યો. એને પણ જીવવા દ્યો..

Gujarati Thought by Bhoomi : 111094973
Kunal Bhatt 3 years ago

ઉમદા કાર્ય 👌🏻

Dave Yagnik 5 years ago

અત્યારના સમયમાં બુક વાચવાનો કોઈ પાસે સમય નથી. પણ સોસીયલ મીડિયામાં એક્ટીવ રહેસે જ. જો અત્યારે જ્ઞાન વહેચવુ હોય તો તમે પણ તમારી સ્ટોરી શેર કરો. ત્યા પુરી દુનિયા જોશે. જો પસંદ પડી તો ફેમશ પણ થસે. i think social media is best school in this time. so, all the best.?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now