અચાનક અહેસાસ થયો , અને હું દોડી એ મંઝિલ તરફ ;

જે મારી જ રાહ જોતી હતી, પરંતુ હું તો અસમંજસ માં હતી ;

દૂર સુધી કાળો અંધકાર અને ક્યાંક ખોવાઈ જવાનો ડર;

કદમ મારા થંભી ગયા , જ્યારે દેખાયું એક ભયાનક સ્વરૂપ;

વિશાળકાયા, ડરામણી છાયા,

ભાગવા નો પ્રયત્ન કર્યો , મારા પગ ની બેડીઓ સાથે ;

કદમ કદમ પર લડખડાતી, ડગમગાતી ,

થાકેલી , હારેલી

જ્યારે મધ્ય માં પહોંચી ;

તો સુંદર , મધુર , માદક , મનમોહક ,

સંગીત માં ખોવાઈ ને નાચવા લાગી ;

એક નાદાન શિશુ ની માફક ;

અને અંતિમ પડાવ પર પહોંચી ;

તો બેડીઓ મારી પાંખો માં પરિવર્તિત થઈ ચૂકી હતી.

અને ' હું કોણ છું ?' , 'મારું અસ્તિત્વ શું છે '

એ મને પૂર્ણ રુપે સમજાઈ ગયું હતું.

~ કોમલ જોષી

Gujarati Microfiction by Komal Joshi Pearlcharm : 111078082
Ssndeep 5 years ago

એકપાત્ર સ્ટૅઝ પર રજુ કરી શકૅ .... એટલુ અદભુત લાગ્યુ મનૅ

Komal Joshi Pearlcharm 5 years ago

ખૂબ ખૂબ આભાર ?. બહુ ઓછાં લોકો આ ભાવ સમજી શકે છે.

Ssndeep 5 years ago

અદભૂતતતતત , એકાંકી ભજવી શકાય એવુ ... અભિનંદન @કૉમલ જી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now