નજર મળી જ્યાં મારી ને તારી,
રચાયો ત્યાં નવો સંબંધ!!!
એ સંબંધને નામ શું આપું,
કેવું છે આ અનોખું બંધન!!!

હું ચાહું છું કે રહે સદાય,
તારી મારી નજરનો સંબંધ!!!
ભલેને આખી દુનિયા લગાવે,
ખોટા સમાજનું ખોટું બંધન!!!

દુનિયાના તો છે લોકો જૂઠ્ઠા,
સૌને છે બસ મતલબનો સંબંધ!!!
પણ મારે તો છે તારી સાથે,
રાધા અને કિશન જેવા પ્રેમનું
અનોખું બંધન!!!!!!

Gujarati Song by Komu : 111076150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now