#AJAnand

# ચંચળ મનનો સરળ સવાલ....

#ગંગાજળ ....

અમારા નજીકના એક કાકા વેકેશનમાં બહાર ફરવા જતા ગયા હતા. ગયા ત્યારે એમ કહેતા ગયા હતા કે, હવે આ જતી ઉંમરે જાણતાં અજાણતાં માં થયેલા પાપો મારે ગંગામાં સ્નાન કરી એમાંથી મુક્ત થવું છે.

ત્યારનો એ પ્રશ્ન મારા મનમાં સળવડતો હતો કે, એમ કરીને મુક્તિ મળવી શક્ય કરી....?
હા કે ના....?

પછી જ્યારે એ કાકા જઈને આવ્યા ત્યારે ઘરે પ્રસાદી અને ગંગાજળ ની બોટલ આપવા આવ્યા હતા. ત્યારે એક કહેતા ગયા કે, લો આ ગંગાજળ છે. એને પવિત્ર જળ કહેવાય છે. મહિનામાં એકાદવાર ઘરમાં છંટકાવ કરી દેવો.

ત્યારે મારા મનમાં એ પ્રશ્ન સળવડતો કે, જે ગંગા નદીમાં એ ખુદ ને એમના જેવા કેટલાય લોકો પાપમુક્તિ અર્થે જાય છે. તો એ જળ પવિત્ર કેમનું થયું....?

બીજું એ પણ કે, એમને બતાવેલ ફોટો માં પણ ગંદકી સાફ દેખાય છે જે લોકો દ્વારા જ ફેલાય રહી છે. જે ગંગા નદી ને તો ખરી જ પણ ત્યાં ના સમગ્ર વિસ્તરને પ્રદુષિત કરે છે. તો એ જળ શુદ્ધ કે પવિત્ર કેમનું કહેવાય....?

એકબાજુ માણસ પોતે ગંગામાં સ્નાન કરી આવી ખુદ ને પાપ માંથી મુક્ત થયો કહે છે. બધા પાપ ગંગામ સમાઈ ગયા. ને બીજી બાજુ એ જ જળ ને પૈસાથી ખરીદી બોટલમાં લઈ આવે છે. અને કહે છે કે, આ પવિત્ર જળ છે ઘર પવિત્ર થઈ જશે.

ને એક વાત તો રહી જ ગઈ, ગંગા ને માતા કહી સંબોધે છે. એની પૂજા અર્ચના કરે છે. એને માન આપે છે. એને ગર્વ ની વાત માને છે કે, આ નદી ભારત દેશમાં છે ને હું એક ભારતીય છું.

તો પછી ત્યાં ગંદગી ના થર, ઢગલે ઢગલા, પગમાં આવતો પૂજાનો સામાન એ બધું શું છે....?

#કોઈની ધાર્મિક લાગણી દુભાય તો દિલથી માફી ચાહું છું.

#સાંઈસુમિરન ....

Gujarati Questions by Simran Jatin Patel : 111075749
ધબકાર... 5 years ago

ખુબ સરસ વાત કહી...@ પાપમુક્ત મનથી થવું જરૂરી છે. ગંદકી ત્યાં છે. પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં કોઈને આસ્થા હોય ત્યાં એની આસ્થા પર પ્રહાર ના થવો જોઈએ. ગંગા ગંદી કરવી એ નિંદનીય કૃત્ય છે પણ એની પવિત્રતા સાથે આસ્થા જોડાયેલી છે. આપણે બહાર નાખી દેતો કચરો પણ કોઈ માટે રોજીરોટી હોવાથી એના માટે એ પૂજનીય હોય છે. એટલે કે બધાના પોત પોતાના વિચાર અને શ્રદ્ધા..... આપણે આપણાથી શરુવાત કરવી અને જ્યાં ત્યાં ગંદકી ના ફેલાવવી...જય શ્રી કૃષ્ણ...

Sarvaiya Raa 5 years ago

bahen barf padese hu on duty lakhatu nathi kemso shimranji aap

Sarvaiya Raa 5 years ago

ye nahne se nahi hota

Sarvaiya Raa 5 years ago

right man mela ganga

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now